Abtak Media Google News

નવી ટનાટન બસ સાથે-સાથે ઓટોમેટીક ઓડિયો પબ્લિક એનાઉન્સમેન્ટથી મુસાફર જનતાની સેવા બની વધુ હાઈટેક

સલામત સવારી, એસટી અમારી, હવે આધુનિક સુવિધાથી સજ અને અધ્યતનબસો ના માધ્યમથી વધુ સુવિધા સભર બની રહી છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત એસટી દ્વારા મુસાફર લઞતી વધુ બે સુવિધાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રી દ્વારા 40 સ્લીપર કોચ 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસોનું ગાંધીનગરમાં બે ડ્રાઇવરોને બસની ચાવી પ્રતિક રૂપે આપીને લોકાર્પણ કર્યું હતું આ નવી બસ સેવાઓ થી રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામદાયક એમ જ સુવિધાયુક્ત બનશે.

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં  મુખ્યમંત્રીએ એસટી નિગમની અન્ય વધુ એક મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો આ નવી સિસ્ટમથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વગર ઓડિયો સિસ્ટમ મારફત બસનો રૂટ બસ નંબર સ્ટોપ ની વિગતો અને બસ કયા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.

ગુજરાત એસટી નિગમ નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે ₹310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે 1000 નવીબસોલોકસેવામાં મૂકવા પ્રતિબધ બની છે ત્યારે આ 1000માંથી 500 સુપર એક્સપ્રેસ 300 લક્ઝરી અને 200સ્લીપર કોચ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે નવી 200 પૈકી વધુ એકાવન બસ આજથી પેસેન્જર સેવામાં મૂકવામાં આવી છે આ બસનું નિર્માણ એસટી બસ નિગમ દ્વારા ઇનહાઉસ કરવામાં આવ્યું છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગ્રીન ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા એસટી નિગમે 0 એર પોલ્યુશન ધરાવતી 50 ઇલેક્ટ્રિક બસ સેવા મૂકી છે અને હજુ વધારે 50 બસ નાગરિકોની સેવામાં મુકાશે એટલું જ નહીં  2020 માં દેશના જાહેર પરિવહન સેવા માટે કાર્યરત નિગમ દ્વારા પર્યાવરણ પ્રિય બત06 નિયમ ધરાવતી 100 બસ દેશના પ્રથમ સંચાલનમાં મૂકવાનું ઉપરદાયિત્વ એસટીને જશે ગુજરાત એસટી દ્વારા 274 સ્લીપર કોચ 1193 સેમી લક્ઝરી અને 5296 સુપર ડિલક્સ સુપર અને 1203 મીની બસ સહિત 79 66 ના કાફલા સાથે રાજ્ય ની પરિવહન સુવિધા નું વહન કરે છે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત એસટી નિગમને કાર્યરત સક્ષમ સમયસર અને પર્યાવરણ પ્રિય પરિવહન સુવિધા લોકોને પૂરી પાડવા અંગે અભિનંદન પાઠવ્યા હતા. વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ  એમ કે દાસ એસટી નિગમના એમબી ગાંધી જોઈન્ટ એમડી પ્રજાપતિ ગાંધીનગર શહેરના મેયર હિતેશભાઈ મકવાણા તેમજ ઉત્તર દેગ્રામ કલોલ અને માણસાના ધારાસભ્યો અને આમંત્રિત મહાનૂભાઓ એ આ લોકાર્પણ ના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.