Abtak Media Google News

સરદાર પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટ (વેસ્ટ) દ્વારા 25 સપ્ટેમ્બરના હેમુ ગઢવી હોલ ખાતે આયોજન

લેઉઆ પટેલ સમાજ   દ્વારા  25.9 ને રવિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે યુવક યુવતી વેવિશાળ પરિચય સમારંભ યોજાનાર છે. અબતક મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા સંસ્થાના ચેરમેન હાર્દિકભાઈ અજુડીયા, વાઈસ ચેરમેન ધિરજલાલ દુધાત,  વાઈસ ચેરમેન રાજેશભાઈ વૈષ્ણવ, પૂર્વ ચેરમેન ગણેશભાઈ ઠુંમ્મર, ખજાનચી દિનેશભાઈ સાવલીયા, સભ્ય રવજીભાઈ રામોલીયા, પ્રમુખ કેશુભાઈ ભુત,  મયુરભાઈ  બારસીયા અને રાજુભાઈ જુંજાએ  વિશેષ વિગતો આપી હતી.

સરદાર પટેલ સોશ્યલ ગૃપ , રાજકોટ ( વેસ્ટ ) સને : 1995 થી રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અવિરત  લેઉઆ પટેલ સમાજ માટે સામાજિક , સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક કરી રહયુ છે . આવા જ સમાજ ઉપયોગી પ્રવૃત્તિના ભાગ રૂપે ઓગણીસમો લેઉઆ પટેલ યુવક – યુવતી વેવિશાળ પરિચય સમારંભ નિ:શુલ્ક યોજી રહ્યા છીએ.

સરદાર પટેલ સોશ્યલ ગૃપ – રાજકોટ ( વેસ્ટ ) દ્વારા તા . 25-9 રવિવારના રોજ હેમુ ગઢવી હોલ , ટાગોર રોડ , રાજકોટ ખાતે સવારે 9 કલાકે ઓગણીસમો લેઉઆ પટેલ યુવક – યુવતી વેવિશાળ પરિચય સમારંભનું આયોજન કરવામાં આવેલ છે . હાલના વ્યસ્ત સમયમાં પૂર્વ વેવિશાળ પરિચય સમારંભમાં ખૂબજ સફળતા મળતા સમાજમાંથી આ અંગે બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયેલ છે.  વેવિશાળ પરિચય સમારંભમાં ભાગ લેવા માટેનાં રજીસ્ટ્રેશન ફોર્મ  સરદાર પટેલ ભવન , ન્યુ માયાણી નગર , રાજકોટ . મો . : 63563 01919 પટેલવાડી ( વાણીયાવાડી ) , પટેલવાડી – બેડીપરા , શ્રીજી ઇલેકટ્રોનીકસ – મીલપરા મેઈન રોડ , ધારેશ્ર્વર ડેરી ફાર્મ – કોટેચા ચોક , પટેલ સ્ટીલ ફર્નીચર – સમૃધ્ધિ ભવન , ગોંડલ રોડ , રાજકોટ . ખાતેથી વિના મૂલ્યે મળશે . સંસ્થા તરફથી ગોંડલ , જેતપુર , જુનાગઢ , ધોરાજી , કેશોદ , જામનગર , ભાવનગર , અમરેલી , મોરબી , કાલાવડ , અમદાવાદ , સુરત વિગેરે સ્થળ પરથી પણ ફોર્મ પ્રાપ્ત થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.