Abtak Media Google News

માતા પિતા માટે ચેતવણી જનક કિસ્સો

રાજકોટમાં માતા – પિતા માટે એક ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે.જેમાં માતા અને પિતા ઘરે પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે ઘરે તેના જુડવા ભાઈ સાથે રમતો દોઢ વર્ષનો બાળક રમતા રમતાં અકસ્માતે પાણીની ડોલમાં પડી જતાં તેનું કરુણ મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં જ ૧૦૮ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથધરી છે.

માતા કામ કરતા હતા અને પિતા નાહવા ગયા હતા ત્યારે જુડવા ભાઈ સાથે રમતો બાળક કાળનો કોળીયો બનતા પરિવારમાં અરેરાટી

બનાવની વિગતો મુજબ રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલ શ્રીમદ પાર્ક શેરી નંબર 2 માં આત્મીય એપાર્ટમેન્ટમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવવી કામકાજ કરતા રીષિકેશભાઇ સદાણી નામના વેપારીનો દોઢ માસનો પુત્ર ની ગઈકાલે બપોરના સમયે ઘરે અકસ્માતે પાણીની ડોલમાં પડી જતા તેનું મોત નિપજ્યું હતું. બનાવવાની જાણ પોલીસ સ્ટાફને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે ગઈકાલે બપોરના સમયે નીવ તેના જુડવા ભાઈ સાથે રૂમમાં રમી રહ્યો હતો ત્યારે તેના પિતા નહવા માટે ગયા હતા અને માતા ઘરનું કામકાજ કરી રહ્યા હતા તે સમયે રમતા રમતા નીવ પાણીની ડોલમાં પડી જતા તેની મોત નિપજ્યું હતું. જ્યારે પિતા સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે તેને નીવને તે પાણીની ડોલમાં ડૂબેલો જોવા મળતા તેમના પર આભ ફાટી પડ્યું હતું. હાલ પોલીસે આ બનાવી અકસ્માતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.