Abtak Media Google News
  • ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ,સુરત અને વડોદરામાં ચોરી કરેલા 18 મોબાઇલ મળી કુલ રૂ.91 હજારનો મદ્દામાલ કર્યો કબજે
  • અઢી માસ પૂર્વે રૂડા ટ્રાન્સપોર્ટનગરની એક ઓફિસમાંથી દોઢ લાખથી વધુ રોકડની ચોરી કર્યાની કબુલાત

રાજકોટમાં અઢી માસ પૂર્વે રૂડા ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારની એક ઓફિસમાંથી રૂપિયા દોઢ લાખથી પણ વધુ રોકડની ચોરી કરનાર દિવ્યા ગગન ઉર્ફે રાજુ ચૌહાણ નામની મહિલાને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે જ્યારે આ મહિલા પાસેથી તપાસમાં અમદાવાદ,સુરત અને વડોદરામાં ચોરી કરેલા 18 મોબાઇલ મળી કુલ રૂ.91 હજારનો મદ્દામાલ મળી આવતા પોલીસે કબજે કર્યો હતો. આ ઠગ મહિલા ભિક્ષુવવૃતીના બહાને ઓફીસો કે દુકાનો ની અંદર જઈ ચોરીને અંજામ આપતી હતી .

વિગતો મુજબ નવાગામમાં આવેલ ઓમ એન્ટરપ્રાઇઝ નામના સિંગ, દાળીયાના ગોડાઉનની ઓફ્સિમાંથી ગત 25 ઓગષ્ટે સવારે ભિક્ષાવૃત્તિના નામે ઘુસેલી મહિલાઓ 1,79,930ની રોકડ ચોરી કરી જતા મેનેજર પરેશ ક્કરએ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાઈ બી જાડેજા અને ટીમે બાતમી આધારે રૂડા ટ્રાન્સપોર્ટનગર પાસેથી મૂળ સુરતની હાલ વડોદરાના વાઘોડિયામાં રહેતી દિવ્યાબેન ગગન ઉર્ફે રાજુ આનંદભાઈ ચૌહાણ ઉ.4પને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

તેણે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાંથી ચોરેલા 18 મોબાઈલ પણ કબજે કર્યા છે. આ મહિલા દુકાનમાં ઘુસી ખાવાનું આપી, રૂપિયા આપો કહી ધ્યાન ભટકાવી ચોરી કરી લેવાની માંસ ઓપરેન્ડી ધરાવે છે

અગાઉ એક ગુનામાં વડોદરામાં પકડાઈ ચુકી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી રોકડ રૂ.5,000 લેડીઝ પર્શ , થયેલો અને કુલ રૂ.18 મોબાઇલ મળી કુલ રૂ.91600 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.