Abtak Media Google News

જંગલેશ્વરમાં પરપ્રાંતીય પરિવારના માસુમ બાળકને તાવ ભરખી ગયો: પરિવારમાં કલ્પાંત

શહેરમાં જુદા જુદા વે સ્થળોએ મોતના બનાવ સામે આવ્યા છે. જેમાં આજીડેમ પાસે મહિકા રોડ પર આવેલી કિરણ સોસાયટીમાં રહેતા મહિલાએ માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છેવાયો છે. જ્યારે જંગલેશ્વર વિસ્તારમાં પેટીયું રળવા આવેલા પરપ્રાંતિય પરિવારના આઠ વર્ષના માસુમ બાળકનું તાવની બીમારી સબબ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજીડેમ નજીક જુના મહીકા રોડ પર આવેલી શ્યામ કિરણ સોસાયટીમાં રહેતા જમનાબેન અમિતભાઈ વાઘેલા નામની 39 વર્ષની પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી બે પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારના અમન સંજયભાઈ ખારવા નામનો આઠ વર્ષના માસુમ બાળકને ત્રણ ચાર દિવસથી તાવ આવતો હતો. માસૂમ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે બાળકને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.