Abtak Media Google News

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાશે લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.6માં રૂ.8.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલી લાયબ્રેરી અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 447.46 લાખના ખર્ચે નિર્માણ પામેલ રાજકોટ સેટેલાઈટ બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહ અને પોલીસ હાઉસિંગ, વાહન વ્યવહાર, રમત ગમત અને યુવક સેવા વિભાગના  મંત્રી  હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, વિભાગીય નિયામક જે.બી.કરોતરા (એસ.ટી.), બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યુ હતુ કે,

મહાપાલિકા દ્વારા વોર્ડ નં.6, ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે, બ્રાહ્મણીયા પરા રોડ પર રૂ.8.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લાયબ્રેરીનું તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભાવનગર રોડ અમુલ સર્કલ પાસે રૂ. 447.46 લાખના ખર્ચે નિર્માણ પામેલ રાજકોટ સેટેલાઈટ બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહ અને પોલીસ હાઉસિંગ, વાહન વ્યવહાર, રમત ગમત અને યુવક સેવા વિભાગના માન.મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન.મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આગામી બુધવારના રોજ બપોરે 04:15 કલાકે આ કાર્યક્રમનો સંયુક્ત ડાયસ કાર્યક્રમ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે યોજાશે.

વોર્ડ નં.6માં 1596.63 ચો.મી.પ્લોટ એરિયામાં 45,136.44 ચો.ફુટ બાંધકામ કરાયું છે.જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સીડી લિફ્ટ કવર્ડ પાર્કિંગ, સિક્યુરિટી રૂમ, લગેજ રૂમ તેમજ ટોયલેટ  ફર્સ્ટ ફ્લોર પર બુક ઈશ્યુ, રીટર્ન કાઉન્ટર, લાઈબ્રેરિયન ઓફીસ વિથ એન્ડ ટોઇલેટ આસી. લાઈબ્રેરિયન ઓફીસ, સ્ટાફ રૂમ, ન્યુઝ પેપર રીડીંગ એરિયા, જનરલ રીડીંગ એરિયા ફોર બોયસ, કિડ્સ એરીઆ, ટોયસ લાઈબ્રેરી, કોન્ફરન્સ રૂમ, રીસેપ્શન કાઉન્ટર એરિયા, સ્ટાફ રૂમ વિથ એટેચ્ડ ટોઇલેટ લેડીસ અને જેન્ટસ ટોઇલેટ યુનિટ, સ્ટોરેજ રૂમ કિડ્ઝ પ્લે એરિયા (ટોય સ્ટોરેજ, બુક સ્ટોરેજ, મેઈન કાઉન્ટર, આકર્ષક ટ્રી ટોય ટ્રેન), મીટીંગ રૂમ વિથ સ્માર્ટ ટીવી, રીડીંગ એરિયા અને ડેકોરેટીવ બ્રિક પાર્ટીશન વોલ અને મેગેઝીન રીડીંગ એરિયા વિથ હેન્ગીંગ લાઈટ્સ મેગેઝીન ડિસ્પ્લે યુનિટ, મલ્ટી મીડિયા રૂમ વિથ વાઈફાઈક નેક્ટીવીટી વિથ કોમ્પ્યુટર સીડી ડીવીડી ડિસ્પ્લે યુનિટ, કિયોસ્ક જેવી સુવિધાઓ તેમજ  સેક્ધડ  ફ્લોર પર માત્ર  મહિલાઓ માટે 1) બુક સ્ટોરેજ એરિયા (વોલ માઉન્ટેડ અને રેક ટાઈપ),2) જનરલ રીડીંગ એરિયા અને બોક્ષ ટાઈપ રીડીંગ અને રાઈટિંગ યુનિટ અને  3) સ્ટોરેજ રૂમ  જયારે  થર્ડ ફ્લોર પર  (ભાઈઓ માટે) કોન્ફરન્સ રૂમ વિથ પ્રોજેક્ટર વિથ પોડિયમ ટેબલ્સ ચેર્સ અને સ્ક્રીન બુક સ્ટોરેજ એરિયા (વોલ માઉન્ટેડ અને રેક ટાઈપ) જનરલ રીડીંગ એરિયા અને બોક્ષ ટાઈપ રીડીંગ અને રાઈટિંગ યુનિટ, સ્ટોરેજ એરિયા વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે.

આ ઉપરાંત રૂ.447.46 લાખના ખર્ચે નિર્માણ પામેલ રાજકોટ સેટેલાઈટ બસ સ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, ઓફીસ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, શોપ, ઇલેક્ટ્રિક તથા જનરેટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ટોયલેટ બ્લોક તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પે.પ્રકારના ટોયલેટ બ્લોક તથા સ્લોપિંગ રેમ્પની સુવિધાઓ આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.