Abtak Media Google News

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની 15મી સામાન્ય ચૂંટણી માટેની તારીખોની ધોષણા: પ્રથમ તબકકાનું મતદાન નવેમ્બર માસના આખરી સપ્તાહમાં અને બીજા તબકકાનું મતદાન ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં યોજાશે

મત ગણતરી 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે જ યોજાઈ તેવા સંકેતો,આવતા સપ્તાહે ચૂંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે

 

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કયારે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે? તે ઉત્કંઠાનો આજે બપોરે અંત આવી જશે. કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આજે બપોરે 1ર કલાકે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. જેમાં રાજયની 18ર બેઠકો માટે ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અલગ અલગ બે તબકકામાં મતદાન યોજાશે. પ્રથમ તબકકાના મતદાનમાં નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં 29 કે 30 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની પ૪ ઉપરાંત દક્ષિણ ગુજરાતની ૩પ બેઠકો માટે મતદાન યોજવામાં આવી શકે છે. જયારે બીજા તબકકાના મતદાનમાં ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં 4 કે પ ડિસેમ્બરના રોજ ઉતર ગુજરાતની 3ર અને મઘ્ય ગુજરાતની 61 બેઠકો માટે મતદાન  થાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. મત ગણતરી હિમાચલ પ્રદેશ વિધાનસભાની સાથે 8મી ડીસેમ્બરે હાથ ધરવામાં આવશે. કમૂરતા પહેલા અર્થાત 14મી ડીસેમ્બર પહેલા રાજયમાં નવી સરકાર સત્તારૂઢ થઇ જશે.

Screenshot 15

 

14મી ગુજરાત વિધાનસભાની મુદત આગામી 18મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. ગત 14મી ઓકટોબરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી સામાન્ય રીતે હિમાચલ પ્રવેશ અને ગુજરાત માટે એક સાથે જ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા બે વખતથી વાતાવરણ સહિતના અનેક પરિબળોને ઘ્યાનમાં રાખી બન્ને રાજયની ચૂંટણી તારીખોનું એલાન અલગ અલગ કરવામાં આવે છે.

Whatsapp Image 2022 11 03 At 11.39.28 Am

ત્યારે આજરોજ રાજકોટ ચૂંટણી જાહેર થાય તે પહેલાં સુરક્ષા એજન્સીઓને તૈનાત કરી રાજકોટમાં  ચૂંટણીલક્ષી ફલેગ માર્ચ યોજવામાં આવી. ચૂંટણીલક્ષી કોઈપણ અઘટિત ઘટના ન બને તે હેતુસર આર્મીની ટુકડીનું આગમન થયું છે. આજે ચૂંટણી જાહેર થવાના સંકેત આવતાની સાથે જ ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી. ચૂંટણીલક્ષી કોઈપણ અઘટિત ઘટના ન બને તે હેતુસર આર્મીની ટુકડીનું આગમન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.