Abtak Media Google News

આઇ.ટી.આઇ. રાજકોટ ખાતે તા.૦૩/૦૮/૨૦૧૯ના રોજ જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ઔદ્યોગિક ભરતીમેળો યોજાનાર છે, આ ભરતીમેળામાં જિલ્લાના ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છતાં તમામ ટ્રેડના આઇ.ટી.આઇ. પાસ લાયકાત તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતાં ઉમેદવારો તેમના અસલ અને ઝેરોક્ષ નકલ સાથે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસ પોર્ટસાઇઝના ફોટા અને જરૂરી બાયોડેટા સાથે સવારના ૯-૩૦ કલાકે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓને પણ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરતી માટે ભરતીમેળામાં ઉપસ્થિત રહેવા વિનંતી છે.

Advertisement

વધુ વિગત માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, ૧/૩, બહુમાળી ભવન, રાજકોટનો રૂબરૂ અથવા ફોન નંબર- ૦૨૮૧- ૨૪૪૦૪૧૯ ઉપર સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર) રાજકોટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.