Abtak Media Google News

દારૂ અને જુગારના ગુનામાં વોન્ટેડ ભૂપત ઝડપાયા બાદ પાસાના વોરન્ટની બજવણી કરી વડોદારા જેલ હવાલે કરાયો

હત્યા, આત્મહત્યાની ફરજ પાડવી, ધાક ધમકી દઇ જમીન પડાવવી અને હત્યાની કોશિષ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા અને કહેવાતા પોલીસ મિત્ર ભૂપત વિરમ બાબુતરને પોલીસે પાસામાં ધકેલ્યો છે. પારેવડી ચોક પાસે બેડીપરા ખાતે રહેતા ભૂપત વિરમ બાબુતર સામે હત્યા, હત્યાની કોશિષ, આત્મહત્યાની ફરજ પાડવી, ધાક ધમકી દઇ જમીન પડાવવી અને ઠગાઇ સહિતના અનેક ગુનામાં સંડોવાણી હોવા છતાં ભૂપત બાબુતરને જે તે સમયના કેટલાક પોલીસ અધિકારીઓ કહેવાતા મિત્ર હોવાથી તેનો વાળ વાંકો થયો ન હતો.

તાજેતરમાં જ દારૂ અને જુગારના ગુનામાં ત્રણેક માસથી વોન્ટેડ ભૂપત બાબુતરની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી હતી. દારૂ અને જુગારના ગુનામાં જામીન પર છુટતા તેની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના વોરન્ટની બજવણી ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, વિરેન્દ્રસિંહ જાડેજા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ પાસાના વોરન્ટની બજવણી કરી વડોદરા જેલ હવાલે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.