Abtak Media Google News

બાથરૂમમાં સાવર સાથે લટકાઇ જીવન ટુંકાવ્યું: પટેલ પરિવારમાં અરેરાટી

શહેરમાં મવડી વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરનો પુત્રએ પોતાના ઘરે બાથરૂમમાં સાવર સાથે લટકાઇને આપઘાત કરી લેતા અરેરાટી મચી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી વિસ્તારના ગ્રીન પાર્કમાં રહેતા ભાજપના કોર્પોરેટર વિનુભાઇ સોરઠીયાના પુત્ર વિશાલ વિનુભાઇ સોકઠીયા (ઉ.વ.28) એ ઘરમાં બાથરૂમમાં સારવ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.આ અંગે ઘટનાની મળેલ માહીતી મુજબ ગ્રીન પાર્ક-1 માં રહેતો વિશાલ સોરઠીયા સવારે ન્હાવા માટે બાથરૂમમાં ગયોં હતા. પરંતુ મોડે સુધી બહાર ન આવતા તેના મોટાભાઇએ દરવાજાો ખખડાવતાં કંઇ વિશાલ કંઇ જવાબ ન આપતા કંઇક અજુગતુ બન્યાનું સમજી પુશ બટનવાળા દરવાજો ખુલ્લો જણાતા તેને ખોલીને અંદર જોતા વિશાઇ સાવર સાથે ગળાફાંસો ખાઇ ગયેલા હાલતમાં જોવા મળ્યો હતો.

આ અંગે 108 માં જાણ થતાં તે ઘટના સ્થળે આવી જતાં તપાસીને મરણ જાહેર કર્યો હતો.આ અંગેના બનાવની જાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા હેડ કોન્સ. હરદેવસિંહ રાઠોડ અને લાલજીભાઇએ ઘટના સ્થળે પહોચી જરુરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું ક વિશાલ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા નંબરનો હતો. તે મવડીમાં લોખંડનું કારખાનુ ધરાવતો હતો અને પોતે પરીણીત હતા અને તેને સવા વર્ષની એક દિકરી પણ હતી પત્ની હાલ તેના પિયર કોઠારીયા રોડ પર હતી જેને આ અંગે જાણ થતાં ઉંડા આઘાતમાં ગરકાઉ થઇ ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કોઇ કારણ હાલ બહાર આવ્યું નથી પરિવારજનો દ્વારા પણ કોઇ કારણ જણાવવામાં આવ્યું ન હતું. હાલ પોલીસ દ્વારા સ્વજનોના નિવેદન નોંધી કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે. વિશાલભાઇના પિતા વિનુભાઇ સોરઠીયા આ વર્ષે જ ભાજપના ચુંટાયેલા વોર્ડ નં.11 ના કોર્પોરેટર છે જેમાં તેના પુત્રનો આ અંગેનો બનાવ વિસ્તારના ભાજપ આગેવાનોને જાણ થતાં હોસ્5િટલે પહોંચીને આશ્ર્વાસન પાઠવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.