Abtak Media Google News

અરુણાચલ પ્રદેશમા ઇટાનગર ખાતે વાડો કાઇ દ્વારા આયોજીત રાષ્ટ્રીય કક્ષાની કરાટે હરીફાઇ તા. ર અને ૩ જુન ૨૦૧૮ ના રોજ યોજાયેલ હતી. જેમાં રાજકોટથીલ પાંડે ઉત્તમ, ન્યુ પરિમલ સ્કુલ સીલ્વર મેડલ, સખીયા દર્શીલ, ધોળકીયા સ્કુલ સીલ્વર મેડલ, પાડલીયા ક્રીના કોટક સ્કુલ બ્રોન્ઝ મેડલ રંગાની દીધીતી માસુમ સ્કુલ બ્રોન્ઝ મેડલ અને પાંડે અંશુ ન્યુ પરિમલ સ્કુલ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.

આ ટુર્નામેન્ટમાં કલકતા, આસામ, અને ગુજરાત સહીત ભારતના અંદાજે ૪૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રુ૫ાલા હાજર રહ્યા હતા અને રાજકોટની સત્યમ સ્કુલ ખાતે કરાટેની તાલીમ આપતા કોચ જય ચૌહાણે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.