Abtak Media Google News

બાલતરૂ વાવુ ધરતી અંગ… સોહામણું કરવાને ઉપવન…

નવરંગ નેચર કલબ દ્વારા ધો.5 થી 8ના છાત્રો માટે વેકેશનમાં પ્રવૃત્તિઓ હાથ ધરાશે: ‘અબતક’ના આંગણેે આપી આયોજકોએ માહિતી

અબતક,રાજકોટ

બાળકોમાં વિરાટ શકિતઓને ઉજાગર  કરવાં રાજકોટ નવરંગ નેચર કલબ દ્વારા આગામી તા.30.10થી તા.4.11 વેકેશન  દરમ્યાન આત્મીય  વિદ્યાસંકુલ, રાજકોટ જામનગર હાઈવે, ટોલનાકા  પાસે, વણપરી ખાતે યોજાનાર   બાલ સપ્તાહની  વિશેષ માહિતી માટે ‘અબતક’ મીડિયાની  શુભેચ્છા મુલાકાતે આવેલા વી.ડી. બાલા, ઉર્વેશભાઈ પટેલ,  નવનીતભાઈ અગ્રાવત, ચિરાગ દાસોટીયા, મહેશ માખેલા, નરેશ નકુમ, અર્જુનભાઈ ડાંગર,  ભાવેશ ડઢાણીયા, વજુભાઈ   કણસાગરા, વિગેરેએ  વિશેષ  વિગતો આપી હતી. બાળકો માં વિરાટ શક્તિઓ છે તેને બહાર ની માથાણ એટલે બાલ સપ્તાહ બાળકો એ ભગવાનનું રૂપ છે તેથી આ બાલ સપ્તાહ દ્વારા તેને કાલા વાલા કરી  રીજવવાની  મથામણ છે . તા.30/10 થી 5/11 સુધી ધોરણ 5 થી 8 ના બાળકો ( ભાઈઓ / બહેનો ) માટે નિવાસી બાલ સપ્તાહનું આયોજન કરલે છે , જેમાં બાળકો ને સાત દિવસ સુધી દરરોજ દેસી રમતો રમાડવામાં આવસે, જેથી બાળકો મોબાઈલની રમતો થી દૂર જશે . સાત દિવસ છાત્રાલયમાં રહેવાનું હોય , જાતે કામ કરતો થાય , સ્વચ્છતા વિષે જાગૃત થાય , શ્રમ કરતાં થાય , શ્રમ પ્રત્યેની સૂગ નીકળી જાય અને શ્રમ પ્રત્યે ભાવ જાગે અને સમૂહ માં રહેતા શીખે.

બાળકોમાં નવું નવું કરવાની ભૂખ જગાડવી , અભિનય ડેમો , સેલ્ક મોટિવેશન , અભિનય સાથે વિવિધ પ્રકારની વાર્તાઓ અને બાલગીતો ગવડાવવા. બાળકો માં રહેલ સુષુપ્ત શક્તિઓ ખેલાવવી , જેવી કે ડાન્સ , જાહેર માં બોલતા , ગીતો ગાતા વગેરે સીખે , બાળકો ના નાના જુથ બનાવી કુટેવો / સુટેવો વિષે ચર્ચા અને હું પર્યાવરણ જાળવણી કેવી રીતે કરી શકું તેની ચર્ચા બાળકો જાતે કરશે . યોગસાધના દ્વારા એકાગ્રતા કેળવવી અને સમૂહ ની પ્રવૃતિઓ જેવી કે બેક ડ્રોઈંગ , પેન ડ્રોઇંગ , વોલ પેટિંગ , ફ્લાવર પોટ પેટિંગ ઓલ કલર પેટિંગ , વેસ્ટ અને બેસ્ટ નું આર્ટ વર્ક વગેરે બાળકો જાતે કરશે. વિજ્ઞાનના હાથવગા પ્રયોગો જેવાકે વિજ્ઞાનની ધિંગામસ્તી , કાગળની કારમતો , ઓરીગામી કળા દ્વારા વિવિધ આકારો, પુલ ભૌમિતિક આકારો , વીજ પરિચયમાં જોડો અને તોડો કરાવવામાં આવશે. પર્યાવરણની રમતો જેવી કે વાઘ, હરણ , સિંહ ની રમતો રમાડવામાં આવશે. દરરોજ અલગ અલગ વિષય ના નિષ્ણાંતો પોત પોતાના વિષય ની પ્રવૃતિઓ કરાવશે,બાલ સપ્તાહ દરમિયાન એક દિવસ રાજકોટ નો પ્રવાસ કરાવવા માં આવશે જેમાં પ્રાણી સંગ્રહાલય વોટસન મ્યુઝિયમ બાલભવન અને ફનવર્લ્ડ ની મુલાકાતે લઈ જવામાં આવશે. બાલ સપ્તાહ દરમિયાન એક દિવસ ગામડે જઈ ગ્રામ સફાઇ , સુવાક્યો લખવા અને એક બાળક એક પરિવાર સાથે બપોર થી સાંજ સુધી રહેશે અને તેના વિષે જીણી જીણી નોંધ કરશે.

બાલ સપ્તાહ દરમિયાન દરરોજ રાત્રે ગરબા અને રાસ રમાંડવામાં આવશે. ચમત્કારો કેવી રીતે થાય છે તેના પ્રયોગો સાથે ની સમજણ આપવામાં આવસે . બાળકો ને સવારે દેસી નાસ્તો , બપોરે પૌષ્ટિક ભોજન , સાંજે નાસ્તો અને રાત્રિ ભોજન ઉપરાંત દિવસ માં બે વખત દેસી પીણાઓ જેવા કે વરિયાળી , મધ , લીંબુ સરબત આપવામાં આવશે . આ બાલ સપ્તાહ માં બાળકો ને રમતા રમતા તેને ગમતું હોય તે સિખાવવા ની પ્રક્રિયા સતત ચાલશે, બાલ સપ્તાહ દરમિયાન વિવિધ શાકભાજી ના બિયરણો અને વૃક્ષોના બીજ અને ધાન્ય બીજ ની ઓળખ કારવશું  બીજ વાવેતર માટે કોડિયા માં ઘઉં વાવી તેની જાળવણી કેમ કરવી તેની પ્રત્યક્ષ પ્રવૃતિ કારવવામાં આવશે  રાત્રે વગડાં ના રસ્તા પર બેટરી વિના 5-5 ના ગ્રુપ માં બાળકો ને અંધારામાં ચલાવશું જેથી તે બહાદુર બને , એક ગ્રુપ સાથે બે મોટી વ્યક્તિઓ રહેશે. આ બાલ સપ્તાહ વી.ડી. બાલાના માર્ગદર્શન  અને સંપૂર્ણ હાજરીમાં યોજાશે. આ બાલ સપ્તાહમાં વિદ્યાર્થી દીઠ 2500રૂ.નો અંદાજીત ખર્ચ છે.જેમાં 1500 રૂ. વિદ્યાર્થીઓ ભોગવશે અને 1000 રૂ. નવરંગ  નેચર કલબ ભોગવશે. વહેલા તે પહેલાના ધોરણે ફોન  9427563898 પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. પ્રમુખ સ્થાનેથી  પરમ વંદનીય સંત શ્રી આત્માનંદ સરસ્વતીજી (ભજનાનંદ આશ્રમ -બોટાદ) આશીર્વચન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.