Abtak Media Google News

કરેલના તિરુવનંતપુરમ ખાતે યોજાઇ ગયેલી 65મી નેશનલ શુટીંગ ચેમ્પીયનશીપમાં શ્રીમતિ કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજની વિઘાર્થીની એન.સી.સી. કેડેટ પ્રિન્સી પ્રવિણભાઇ તોગડીયાએ રાઇફલ શુટીંગ કોચ જય મહેતાના ખાસ માર્ગદર્શન મહેનત અને તાલીમ હેઠળ રાષ્ટ્રીય કક્ષાએ 60 મીટર પીપ સાઇટ 3 પોઝીશન (3પી) જુનીયર વુમન ઇવેન્ટમાં કવોલિફાઇ કરી રિનાઉન શુટર તરીકે સિઘ્ધી પ્રાપ્ત કરી છે. આ સાથે એન.સી.સી.ના સર્વશ્રેષ્ઠ સન્માન એવા મહાનિર્દેશક પ્રસંશા એવોર્ડ 2022 માટે કેડેટ પ્રિન્સીની પસંદગી થતા માતા તૃપ્તિબેન, પિતા પ્રવિણભાઇ,, કણસાગરા કોલેજ અને ર Guj (G) BN.Ncc

રાજકોટનું ગૌરવનું પ્રતિક બની છે.

તા. 10મી જાન્યુઆરીસ 2023એ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા યોજાઇ ગયેલ ઇન્ટર કોલેજ શુટીંગ કોમ્પીટીશમાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં દ્વિતીય સ્થાને વજેતા થઇ. હવે તે ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સિટી શુટીંગ ચેમ્પીયનીશય  AIIUSC માં મેરઠ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિત્વ કરશે.

કેડેટ પ્રિન્સી વર્ષ 2022ના અંતમાં આસનસોલ, પશ્ર્ચિમ બંગાળ ખાતે યોજાઇ ગયેલી 31મી ઓલ ઇન્ડિયા જી.વી. માવલંકર શુટીંગ  ચેમ્પીયનશીપમાં સારો સ્કોર મેળવી કરેલ ખાતે યોજાઇ ગયેલી 65મી નેશનલ શુટીંગ ચેમ્પીયનશીપ માટે પસંદગી પામી હતી.

વર્ષ  2022માં ગુજરાત ડાયરેકટરેડની શુટીંગટીમમા પસંદગી પામી રોપર, ચંદીગઢ ખાતે એન.સી.સી. ના 17 ડાયરેકટરેડ વચ્ચેની ઇન્ટશ ડાયરેકટરેડ સ્પોર્ટ સ શુટીંગ ચેમ્પીયનશીપ આઇ.ડી.એસ.એસ.સી. માં બેસ્ટ સ્કોર સાથે કવોલિફાઇડ થઇને ડી.જી. એન.સી.સી. શુટીંગમાં પ્રિન્સીની પસંદગી થઇ હતી.

કેડેટ પ્રિન્સીની સફળતા માટે શ્રીમતિ કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. રાજેશકુમાર કાલરિયા, કોચ જય મહેતા, કણસાગરા કોલેજના સી.ટી.ઓ. વર્દીબેન સોરઠીયફા અને કોલેુજન સ્ટાફની જહેમત માર્ગદર્શન અને પ્રોત્સાહન યશ ભાગી બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.