Abtak Media Google News

કલબનાં હોદેદારો ‘અબતક’ની મુલાકાતે

રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા કલબના સભ્યો માટે તા.૧૩ના રોજ હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩.૩૦ કલાકે મુંબઈનો સુપ્રસિધ્ધ ‘બા મારી મધર ઈન્ડિયા’ નાટય શો યોજાશે જે અંગે વિગત આપવા કલબનાં સેક્રેટરી ઈન્દિરાબેન ઉદાણી, દીનાબેન મોદી, જીજ્ઞાબેન વખારીયા અને સરોજબેન આડેસરાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી. સભ્ય બહેનો માટે આ કાર્યક્રમ વિનામૂલ્યે છે. ગેસ્ટ ચાર્જ રૂ.૧૫૦ છે

નવી મેમ્બરશીપનાં બુકીંગ માટે દીનાબેન મોદી મો.નં. ૯૪૨૯૯૭૯૧૭૩નો સંપર્ક કરવો કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરનાં બાળકોને આવવાની મનાઈ છે. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રફૂલ્લાબેન મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, બિન્દુબેન મહેતા, દર્શનાબેન મહેતા, નીતાબેન મહેતા, કલ્પનાબેન પારેખ પ્રીતીબેન ગાંધી, અલ્કાબેન ગોસાઈ તથા જયશ્રીબેન ટોળીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.