Abtak Media Google News

રાજકોટ સિવિલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ બ્લડ ચડાવવા માટે આવે છે.હાલ રાજકોટમાં આશરે દર મહીને 800 જેટલા તેમજ દરરોજ આશરે 30 જેટલાં થેલેસેમિયા ગ્રસ્ત  દર્દીઓ આવે છે.વિવિધ સંસ્થાઓ દ્વારા સીવીલને રક્ત અર્પણ કરવામાં આવે છે. સિવિલમાં થેલેસેમિયાગ્રસ્ત માટે બ્લડ બેન્કની સુચારૂ વ્યવસ્થા છે. થેલેસેમિયાગ્રસ્ત દર્દીને હાલાકી ન પડે તે માટે રાજકોટ સિવિલ તંત્ર સજજ છે. હાલ રાજકોટ સીવીલમાં રજીસ્ટર થયેલા થેલેસેમિયાગ્રસ્ત 450 થી વધૂ બાળકો સારવાર મેળવે છે.  થેલેસેમિયા પિડીત બાળકોને મહિનામાં કમસેકમ બે વખત બ્લડ ચડાવવું પડે છે.આજના સમયમાં લોકોને બ્લડ સાથે જોડાયેલ ઘણા પ્રકારની બીમારી થાય છે.

નિયમિત દવા, રક્તની જરૂરિયાતો માટે થેલેસેમિક બાળકોને ક્યાંય પરેશાન થવા દેવાતા નથી

થેલેસેમિયા પણ લોહી સાથે સંબંધિત બીમારી છે. થેલેસેમિયા અંતર્ગત હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયા ખુબ ખરાબ રીતે અવ્યવસ્થિત થઇ જાય છે. જેના કારણે રેડ બ્લડ સેલ્સની સંખ્યા ઓછી થવા લાગે છે. થેલેસેમિયાથી પીડિત રોગી એનિમિયાની ચપેટમાં આવી શકે છે.  થેલેસેમિયાને શોધવા માટે લોહીના હિમોગ્લોબિન એચપીએલસીનું પરીક્ષણ કરવામાં આવે છે. લગ્ન પછી, પતિ -પત્નીએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જોઈએ જેથી જન્મ લેનાર બાળકને આ બીમારીથી સુરક્ષિત રાખી શકાય. થેલેસેમિયાથી પીડિત બાળકમાં ઘણી નબળાઇ, શ્વાસની તકલીફ, બરોળનું મોટું થવું અને ચહેરામાં ફેરફાર થાય છે. આ બધા લક્ષણો દ્વારા રોગ ઓળખી શકાય છે.

લોહીનો વારસાગત રોગ થેલેસેમિયાને જડમૂળથી નાબૂદ કરવા, જનજનમાં જાગૃતિનો સંચાર કરવા થેલેસેમિયા વિશે જાણકારી હોવી બહુ જ જરૂરી છે. થેલેસીમિયા એક આનુવંશિક રક્ત વિકાર રોગ છે. જેમાં શરીરમાં લાલ રક્ત કણ અને હિમોગ્લોબિન સામાન્યથી પણ ઓછું થઇ જાય છે.આખા શરીરમાં ઓકસીજનનું પરિવહન માટે હિમોગ્લોબિન નામના પ્રોટીન જરૂરી હોય છે.જો કે તે શરીરમાં ન બને તો અથવા સામાન્યથી પણ પ્રમાણ ઓછું થઇ જાય તો બાળકને થેલેસીમિયા રોગ થવાની સંભાવના રહે છે. જે લોહી ટેસ્ટ કરાયા પછી ખબર પડી શકે છે.

શિશુમાં આની ઓળખ છ મહિના પછી થઇ શકે છે. બીમાર બાળકના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થવાના કારણે વારંવાર લોહી ચઢાવવાની જરૂર પડે છે. લોહીની માત્રા શરીરમાં ઓછું થવાથી આર્યનની માત્રા વધે છે. જેનાથી હદય, લીવર, ફેફસાં નુકસાન પહોંચી શકે છે. તે જીવલેણ પણ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.