Abtak Media Google News

કોરોનાએ  હાહાકાર મચાવ્યા બાદ ફરી માથું ઉચક્યું છે. રાજયના પાટનગરમાં કોરોનાનો કેસ મળી આવ્યા બાદ આરોગ્ય તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તે સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોને તાવના શંકાસ્પદ દર્દીઓના કોરોનાના ટેસ્ટ કરવાની સૂચના તબીબી અધિક્ષક દ્વારા આપવામાં આવી છે.

140 જેટલા બેડની કરાઈ વ્યવસ્થા,કોરોના સામે સતર્ક રહેવા સૂચના: તબીબી ટીમ, કીટ અને દવાનો પૂરતો પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ

તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ કોરોનાને ભરીપીવા તંત્ર સજજ થયું છે.દેશમાં ફરીવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગર, અમદાવાદ બાદ રાજકોટમાં પણ કોરોનાની એન્ટ્રી થતા ફફડાટ ફેલાયો છે.કોરોનાએ  હાહાકાર મચાવ્યા બાદ ફરી માથું ઉચક્યું છે. રાજકોટના અક્ષર માર્ગ પર રહેતા આધેડ મહિલાને તાવ આવતાં તેઓએ વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ખાનગી લેબોરેટરીમા રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં કોરોનાનાં સામાન્ય લક્ષણ જોવા મળ્યાં હતા. જેથી આરોગ્ય તંત્ર ફરીવાર હરકતમાં આવી ગયું છે.

તંત્ર દ્વારા કોરોનાની પ્રથમ કેસની પૃષ્ટિ કરવામાં આવી છે.

રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. રાજયના પાટનગરમાં કોરોનાનો કેસ મળી આવ્યા બાદ આરોગ્ય તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તે સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોને તાવના શંકાસ્પદ દર્દીઓના કોરોનાના ટેસ્ટ કરવાની સૂચના તબીબી અધિક્ષક દ્વારા કરવામાં આવી છે.રાજકોટમાં 2 મહિના બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. છેલ્લે રાજકોટમાં 22 ઓક્ટોબરના રોજ કોરોનાનો કેસ નોંધાયો હતો.

સિવિલ હોસ્પિટલમાં કોરનાને માત આપવા માટે અગાઉથી જ 140 બેડની સુવિધા કરવામાંઆવી છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે. આ અંગે વધુ માહિતી આપતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ્રાઇમરી બેઝ ઉપર 140 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 100 બેડ બાળકો માટે રાખવામાં આવ્યાં છે.જ્યારે હોસ્પિટલના તમામ સ્ટાફ વર્ગ 1 થી વર્ગ 4 સુધીના સ્ટાફને તમામ સૂચના આપી દેવામાં આવી છે .

કોરોનાને પહોંચી વળવા મેડિસન, પીડિયાટ્રીશ્યન, ચેસ્ટ એકસ રે, માઇક્રોબાયોલોજી વિભાગ સજ્જ છે.વિશ્વભરમાં કોરોનાના નવો વેરિયન્ટનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એવામાં ભારતમાં હજુ સુધી નવા કેસ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવ્યા છે. ગુજરાતમાં પણ જો કોરોનાના કેસ વધારે પ્રમાણમાં આવે તેને લઈને શું કામગીરી કરી શકાય તે માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ હતી. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઇ હતી.

સિવિલ હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરી શરૂ છે.સાથે જ 60 હજાર લીટરનો ઓક્સિજન પ્લાન્ટ પણ પણ વ્યવસ્થિત ચાલી રહ્યો છે. આ સાથે જ એમ્બ્યુલન્સની પણ ચકાસણી કરવામાં આવી છે. જેને લઈને આગામી દિવસોમાં હવે રાજકોટમાં કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ તંત્ર સજ્જ થયું છે.જ્યાં માઈક્રોબાયોલોજી વિભાગમાં તમામ જાતના ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ નવા કોરોના કેસ આવે તો તેનું ટેસ્ટિંગ અને સેમ્પલ મોકલવાનું જણાવવામાં આવ્યું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ દવાઓ અને ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.