Abtak Media Google News
  • હમ તો દીવાને હુએ યાર…
  • અગાઉ પણ કર્મચારીની હાજરી, કપાત પગાર સહિતના મુદે ચર્ચામાં હતા

રાજકોટની સિવીલ હોસ્પિટલના મહિલા કર્મચારીની રિલ વાયરલ થતાં આ રીલ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ઈન્સ્ટાગ્રામ રીલ  તબીબી અધિક્ષકના ચેમ્બરમાં બનાવવામાં આવી હોવાથી સપડાઈ છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મીશન(ગઇંઅ)ના મહિલા કર્મચારીએ તબીબી અધિક્ષકની ઓફિસમાં  રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ કરતા સિવિલ બેડામાં ચર્ચાનો વિષય બની છે.

ગુજરાત સરકારે  સરકારી કર્મચારીને સરકારી વાહન, ડ્રેસકોડમાં રીલ બનાવવા ઉપર  મનાઈ ફરમાવતો પરીપત્ર જાહેર કર્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલ મહિલા કર્મચારી એ રીલ બનાવતા ઉહાપોહ ઊભો કર્યો છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ગાંધીનગરથી નેશનલ હેલ્થ મિશન દ્વારા એડમીનીસ્ટ્રેટર તરીકે 8 વર્ષ પહેલા જ્યોતિબેન વાધેલાની નિમણૂંક કરવામાં આવી છે. આ મહિલા કર્મચારીને ગાંધીનગરથી આવતા તમામ રીપોર્ટ-અહેવાલ સહિત ઓફિસનું વહિવટી કામકાજ કરે  છે. જેમને  અધિક્ષકની ચેમ્બરમાં જ રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં  મુકતા લોક મુખે ચર્ચા જગાવી છે.

મહિલા કર્મચારીએ સરકારી કચેરીમાં હિન્દી ફિલ્મ  ગીત રેલાવતા  આ મહિલા કર્મચારી રીલ વિવાદમાં આવી છે..આ મહિલા કર્મચારી અગાઉ પણ સિવિલ સ્ટાફના મુખે ચડ્યા છે  અન્ય કર્મચારીઓએ હાજરી, કપાત પગાર સહિતના મુદ્દે પણ આક્ષેપ થયા છે આ બાબતે તપાસ   કરવામાં આવે તો કર્મચારીના ઘણા છબરડાં બહાર આવવાની ચર્ચા થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.