Abtak Media Google News

ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા

ગુજરાતની જનતા ઘણા સમયથી રાહ જોતી તેનો સુખદ અંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના રાજકોટ જીલ્લાને ભારત સરકારના સંપૂર્ણ સહયોગથી ૧૨૦૦ કરોડના ખર્ચે રાજકોટ શહેરના ખંઢેરી પાસે નવી એઈમ્સ મેડિકલ કોલેજનું નિર્માણ કરવાની મંજુરી આપતા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવું છું. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના સફળ પ્રયત્નોથી ગુજરાતને એઈમ્સ મળતા તેઓને ગ્રામ્ય જનતાવતી શુભેચ્છા પાઠવુ છું.

Advertisement

એઈમ્સના કારણે હાર્ડ ડીસીઝ, કેન્સર, ન્યુરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર હવે રાજકોટમાં ઉપલબ્ધ થશે. જેનો લાભ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને મળશે. જેમાં અદ્યતન મેડિકલ સાધન સામગ્રી, મશીનરી વિકસાવાશે. વિશ્વના નામાંકિત ડોકટરોની સેવા મધ્યમ વર્ગ અને ગ્રામ્ય વિસ્તારની જનતાને મળશે. ઉપરાંત એઈમ્સ હોસ્પિટલમાં ટીચીંગ રીસર્ચ અને નવા સંશોધનોના કારણે એમ.ડી.એમ.એસ. જેવા ઉતમ ડોકટરોની ટીમ તૈયાર થશે. એક જ જગ્યાએ તમામ સારવાર ગુજરાતની તમામ જનતાને મળી રહેશે. જેનાથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ખુબ જ સારી સારવાર મળી રહેશે. અંતમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો રાજકોટને એઈમ્સ મળતા ગ્રામ્ય જનતા વતી આભાર વ્યકત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.