Abtak Media Google News

દબાણો અંગે સર્વે શરૂ કરતી ટીપી શાખા દિવાળી બાદ ડિમોલીશનની ધણધણાટી

ગત વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં મોટા મવા, મુંજકા, ઘંટેશ્ર્વર, માધાપર અને મનહરપુર-1 એમ કુલ 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ ગામોમાં રૂડા દ્વારા તૈયાર કરવામાં આવેલી અલગ અલગ 12 ટીપી સ્કીમના 360 જેટલા પ્લોટ કોર્પોરેશનને પ્રાપ્ત થયા છે. જે પૈકી પ્લોટના કુલ વિસ્તારમાં 70 ટકા પર ગેરકાયદે દબાણ ખડકાઈ ગયાનું જાણવા મળી ર્હયું છે. હાલ ટીપી શાખા દ્વારા દબાણ અંગેનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. દિવાળી બાદ બુલડોઝરની ધણધણાટી બોલાવવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાનગરપાલિકાની હદમાં ગત વર્ષે ભળેલા પાંચ ગામોમાં રૂડા દ્વારા અલગ અલગ 12 ટીપી સ્કીમો બનાવવામાં આવી છે. 12 ટીપી સ્કીમોમાં અંદાજે 360 જેટલા પ્લોટ કોર્પોરેશનને પ્રાપ્ત થયા છે. જે તમામ પ્લોટ પર 70 ટકા વિસ્તારમાં દબાણ હોવાનો પ્રાથમિક અંદાજ છે. રૂડાના સમયે જ્યારે ટીપી સ્કીમ બનાવવામાં આવી ત્યારથી જ દબાણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

હાલ કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તમામ 360 પ્લોટ પર દબાણ અંગે સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. સર્વેની કામગીરી એકાદ પખવાડિયામાં પૂર્ણ થતાંની સાથે જ દિવાળી બાદ ટીપીના પ્લોટમાં ખડકાયેલા દબાણો દૂર કરવા ડિમોલીશન શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.