Abtak Media Google News

શ્રેષ્ઠ એનજીઓ, શ્રેષ્ઠ સીઆરસી, શ્રેષ્ઠ સિટીઝન ગ્રુપ એવોર્ડ, શ્રેષ્ઠ સિટીઝન એવોર્ડ, ડ્રોઇંગ, જીગલ, મૂવી, મૂરલ્સ અને સ્ટ્રીટ પ્લેના વિજેતાઓને એવોર્ડ અને પુરસ્કાર આપી નવાજાયા

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દર વર્ષે સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે શહેરો વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય તે હેતુથી સ્વચ્છ સર્વેક્ષણ યોજવામાં આવે છે. આ વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ-2023 પણ યોજવામાં આવેલ છે. જેમાં સફાઈને લગત શ્રેષ્ઠ કામગીરી માટે સંસ્થાઓ, સીટીઝન ગ્રુપ્સ, કંપનીઓ, નાગરિકો પાસેથી નોમિનેશન ફોર્મ આમંત્રિત કરવામાં આવેલ. રજુ થયેલ કુલ 37 નોમિનેશન ફોર્મ માંથી જુદીજુદી કેટેગરી વાઈઝ કુલ 25 લોકોની પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન અભિયાન શરૂ કરેલ છે. જેના અનુસંધાને સ્વચ્છ સર્વેક્ષણ ચાલી રહ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરના જે પણ એનજીઓ જોડાયેલ છે તેમજ સ્વચ્છતા માટેની સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેઓ તમામને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. ઘણી સંસ્થા દ્વારા સ્વચ્છતા જાગૃતિના પેઈન્ટીંગ, પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા તેમજ કાગળની બેગ, વાહનમાં રાખવાની બેગ વગેરે વિનામુલ્યે આપવામાં આવેલ છે.

વિશેષમાં, જણાવેલ કે, ન્યુસન્સ પોઈન્ટ મુક્ત શહેર માટે કલાસીસ એસો.અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અભિયાન ચલાવવામાં આવેલ છે. જેનું ખુબ જ સારૂ પરિણામ મળેલ છે. શહેરમાં જે વિસ્તારોમાં ગંદકી થાય છે તેવા સ્થળોમાં ગંદકી ન થાય તે માટે આપના માધ્યમથી સારા સુચનો મળે તેમજ આપણે સૌ સાથે મળી શહેરને વધુમાં વધુ સ્વચ્છ બનાવવા અપીલ કરેલ હતી.

આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતગર્ત સ્વચ્છ સર્વેક્ષણ – 2023 ને ધ્યાને રાખી, શહેરીજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જીગલ કમ્પીટીશન / મુવી કમ્પીટીશન /ડ્રોઈંગ કમ્પીટીશન /મુરલ્સ કમ્પીટીશન/ સ્ટ્રીટ.પ્લે કમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જીગલ કમ્પીટીશન માં કુલ 24, મુરલ્સ કમ્પીટીશનમાં  કુલ 20, મુવી કમ્પીટીશન માં કુલ  23, ડ્રોઈંગ કમ્પીટીશન કુલ 20, સ્ટ્રીટ.પ્લે કુલ 21 એ વ્યક્તિઓ ભાગ લીધેલ. જે પૈકી દરેક કેટેગરીમાંથી નીચે મુજબની વિગતે પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય વિજેતાઓને મેયરની અધ્યક્ષતાએ યોજવામાં આવેલ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં મેયર ઉપરાંત, ડે. મેયર અને ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, દંડક વિનુભાઈ ઘવા, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર તેમજ નાયબ કમિશ્નર એ. કે. સિંઘ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર તેમજ આસી. મેનેજર વોરા વગેરેના વરદ હસ્તે એવોર્ડ તથા ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ સેનિટેશન કમિટી ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભરએ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.