Abtak Media Google News

રાજકોટ શહેરની અલગ-અલગ હોટેલ, રેસ્ટોરન્ટ અને હોર્ક્સ ઝોનમાંથી નિકળતા એઠવાડ અને ભીના કચરાનો કોર્પોરેશન દ્વારા સદ્ઉપયોગ કરવામાં આવશે. બાયો મીથેનેશન પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ માટે કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. કોર્પોરેશનને વધુ પ્રિમિયમ ચૂકવનારી કંપનીને ટેન્ડર આપવામાં આવશે.

બાયો મીથેનેશન પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ: હોટેલ, રેસ્ટોરન્ટ અને હોર્ક્સ ઝોનમાંથી નિકળતા એઠવાડનો કરાશે યોગ્ય ઉપયોગ

આ અંગે પત્રકારો સાથેની વધુ વાતચિત દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઇન્દોર શહેરમાં બાયો મીથેનેશન પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી આર્થિક ફાયદો થાય છે અને ભીના કચરાનો પણ યોગ્ય નિકાલ થઇ જાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ પ્રોજેક્ટ શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. રિલાયન્સ અને અદાણી સહિત અલગ-અલગ સાત કંપનીઓએ આ પ્રોજેક્ટ માટે રસ દાખવ્યો છે. ટેન્ડરની મુદ્ત 4 ડિસેમ્બરે પૂર્ણ થઇ રહી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હોટેલ, રેસ્ટોરન્ટ, હોર્ક્સ ઝોન કે ખાણીપીણી માર્કેટમાં એકત્રિત થતા એઠવાડ અને ભીના કચરાને અકઠો કરી તેમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ માટે નિયુક્ત કરવામાં આવનારી કં5નીને નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે જગ્યા આપવામાં આવશે. કંપનીએ જે-તે સ્થળેથી ભીનો કચરો એકત્રિત કરી અહિં સુધી લાવવાનો રહેશે અને તેમાંથી ગેસ ઉત્પન્ન કરવો પડશે. બાકીના વધેલા કચરાનો લેન્ડફીલ સાઇટ ખાતે જ નિકાલ કરી દેવામાં આવશે. કોર્પોરેશનને વધુ પ્રિમિયમ ચૂકવનારી એજન્સીને બાયો મીથેનેશન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.