Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ વોર્ડ નં.1 થી 18માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે. પ્રથમ તબક્કામાં વોર્ડ કક્ષાએ ‘સૂર્ય નમસ્કાર’ સ્પર્ધા યોજાશે. જિલ્લા રમતગમત વિભાગ, યોગ બોર્ડ, યુવા બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું વોર્ડ કક્ષાનું આયોજન તા.19 ના રોજ, ઝોન કક્ષાનું આયોજન તા.23ના રોજ અને મહાનગરપાલિકા કક્ષાનું આયોજન તા.26 ના રોજ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.

કાલે વોર્ડ કક્ષાએ, 23મીએ કોર્પોરેશન કક્ષાએ અને 26મીએ ઝોન કક્ષાએ સ્પર્ધાનું આયોજન

આ સ્પર્ધામાં કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, શહેર ભાજપના હોદેદારો, શિક્ષણ સમિતિ સભ્યો, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, વોર્ડ સંગઠનના હોદેદારો, વિવિધ શાળાના શિક્ષકો, અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરેલ સ્પર્ધકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા કાલે સવારે 07:00 કલાકે યોજાશે.

ઇસ્ટ ઝોન

  • વોર્ડ નં.4, શ્રી વેલનાથ પ્રા.શાળા નં.- 71 (પે.સે.)નાયરા પેટ્રોલ પંપની સામે, વેલનાથ પરા મોરબી રોડ
  • વોર્ડ નં.5,શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ પ્રા.શાળા નં.- 67 (પે.સે.)છ.ઝ.ઘ. પાસે, ગાર્ડન રેસ્ટોરન્ટ વાળી શેરી, માલધારી સોસાયટી
  • વોર્ડ નં.6,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા, શાળા નં.13, પાંજરાપોળ સામે, ભાવનગર રોડ
  • વોર્ડ નં.15,શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નં.29, નવા થોરાળા, જયનાથ પેટ્રોલ પંપની પાછળ, ભાવનગર રોડ
  • વોર્ડ નં.16,સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.49, સરદાર પટેલ આરોગ્ય ભવનની પાછળ, મહેશ્વરી સોસાયટી, કોઠારીયા રોડ
  • વોર્ડ નં.18,પ્રમોદાબેન કોટીચા તાલુકા શાળા, કોઠારીયા મેઈન રોડ, રણુજા મંદિરથી આગળ, કોઠારીયા

સેન્ટ્રલ ઝોન

  • વોર્ડ નં.2, મહર્ષિ દધીચિ સ્કુલ નં.59, બજરંગવાડી પાણીના ટાંકા પાછળ, પુનિતનગર પાસે
  • વોર્ડ નં.3, શ્રી સંતોષીનગર પ્રા.શાળા નં.- 98 (પે સેન્ટર) આર.એમ.સી.ફાયર સ્ટેશનવાળો રોડ, રેલનગર, પાણીના ટાંકા પાસે
  • વોર્ડ નં.7, કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં.1, કોઠારીયા નાકા પાસે
  • વોર્ડ નં.13, શ્યામાપ્રસાદ મુખર્જી પ્રા. શાળા નં.69, શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ કેમ્પસ, ધોળકિયા સ્કૂલની બાજુમાં અંબાજી કડવા પ્લોટ
  • વોર્ડ નં.14, વિક્રમ સારાભાઇ પ્રાથમિક શાળા નં.51, 9/23 ગુંદાવાડી, પલંગ ચોક પાસે
  • વોર્ડ નં.17, ડો.સર્વપલ્લી રાધા કૃષ્ણ પ્રાથમિક શાળા નં.-63, દેવપરા શાક માર્કેટ પાછળ, કોઠારીયા રોડ

વેસ્ટ ઝોન

  • વોર્ડ નં.1, શ્રી ડો.ઉચ્છંગરાય ઢેબર પ્રાથમીક શાળા નં.90, ગૌતમનગર-5, ગાંધીગ્રામ મેઈન રોડ, જલારામ ફરસાણવાળી શેરી
  • વોર્ડ નં.8,શ્રી અકબરી પ્રાથમિક શાળા નં.7, મહાદેવ વાડી મેઈન રોડ, લક્ષ્મી નગર પાસે
  • વોર્ડ નં.9, શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા નં.64, ગોપાલ ચોક, બાલ મુકુંદ સોસાયટી વાળી શેરી, સાધુ વાસવાણી રોડ
  • વોર્ડ નં.10,શ્રી રાજારામ મોહનરાય પ્રાથમીક શાળા નં.94, રવી પાર્ક પાછળ,  ગુંજન પાર્ક મેઈન રોડ, કાલાવડ રોડ
  • વોર્ડ નં.11,શ્રી રાજીવ ગાંધી પ્રાથમીક શાળા નં.84, મવડી ગામ, મવડી
  • વોર્ડ નં.12, આર.એમ.સી. શાળા નં.87, સંતશ્રી પુનિત મહારાજ પ્રાથમિક શાળા, પુનિતનગર સોસાયટી, પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, 150 ફુટ રીંગ રોડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.