Abtak Media Google News

રાજકોટવાસીઓને કોર્પોરેશનના ભાજપના શાસકો દ્રારા જાણે દિવાળીની ભેટ આપવામાં આવી રહી હોય તેમ શહેરના 6 વોર્ડમાં ગુરુવારે પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.ગુરુવારે હજારો લોકો પાણી વિના તળવળશે.હાલ દિવાળીના તહેવારમાં ઘરની સાફ સફાઈ ચાલી રહી છે. ત્યારે પાણીની વધુ જરૂરિયાત રહે છે.ત્યારે વધુ પાણી આપવાને બદલે પાણી કાપના કોરડાં વીંઝવામાં આવી રહ્યા છે.

ભાદરની લિકેજ લાઇન રીપેર કરવાની હોય વોર્ડ નં.7 (પાર્ટ) વોર્ડ નં.11(પાર્ટ),વોર્ડ નં.12(પાર્ટ),વોર્ડ નં. 14 (પાર્ટ) વોર્ડ નં.17(પાર્ટ)ના અને વોર્ડ નં.18 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે

કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના એન્જિનિયરના જણાવ્યાનુસાર

ભાદર યોજના આધારીત પાઇપલાઈનમાં એસ.ટી. વર્કશોપ પાસે રેલ્વે ક્રોસિંગમાં ઘણીજ જૂની લીકેજ લાઈન બદલવાની હોય તથા ભાદર ડેમથી રાજકોટ સુધી આવતી પાઇપલાઇનમાં લીકેજ રીપેરિંગ કરવાની કામગીરી સબબ આગામી ગુરુવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડ પરના વોર્ડ નં.7 પાર્ટ-14 પાર્ટ-17 પાર્ટના વિસ્તારો અને  લાલબહાદુર હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.17 પાર્ટ અને 18 પાર્ટના વિસ્તાર અને વાવડી હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.11 પાર્ટ અને 12 પાર્ટ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

વોર્ડ  નં .      11 પાર્ટના અંબિકાટાઉનશીપ,વોર્ડ નં 12 પાર્ટના વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્નબ, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા.ગુરૂકુળ ઢેબર રોડ તરફ  વોર્ડ નં. 7 પાર્ટના        ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે. વોર્ડ નં. 14ના   વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક.     વોર્ડ નં. 17ના   નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3,  હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ. 03              લાલબહાદુર    17 પાર્ટ અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયા ભાગ-1,2, યોગેશ્વર, પરમેશ્વર, બાબરીયા કોલોની ભાગ-1,2, રામેશ્વર સોસાયટી ભાગ-1,2, વીરતનગર, ન્યુ રામેશ્વર સોસાયટી, ન્યુ વિરાટનગર, ખોડીયાર સોસાયટી, ન્યુ ખોડીયાર સોસાયટી, ન્યુ રધુવીર સોસાયટી, ભારતીનગર, જમનાનગર, કલ્યાણનગર, કૃષ્ણજી સોસાયટી, શ્રીનગર સોસાયટી, સહકાર સોસાયટી1,3,5,7, સહકાર સોસાયટી 2,4,6,8, દામજીમેપા સોસાયટી, ગુલાબનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્વાટર, અરુજ્ન પાર્ક, આનંદનગર (કાળા પત્થર ક્વાટર) પાર્ટ.

વોર્ડ નં. 18ના   નહેરુ નગર મેઈન રોડ હનુમાન મંદિર પાસે, સત્યનારાયણ, ધારેશ્વર-2 થી 4, ધારેશ્વર મેઈન રોડ, વિશ્વકર્મા સોસા. મેઈન રોડ તથા પેટા શેરી નં.-1 થી 6, હરી ઓમ પાર્ક, લાલબહાદુર ટાંકા પાસેનો ભાગ તથા પેટા શેરી નં. 3 અને 6, અમરનાથ સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.