રાજકોટ: ર્કોપોરેશનની દબાણ હટાવ શાખાની ધોંસ જારી

રાજમાર્ગો પરથી રેંકડી, કેબીન, બોર્ડ-બેનરો હટાવાયા

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

જેમ કે, રસ્તા પર નડતર 04 રેંકડી-કેબીનો મવડી રોડ, યુનિવર્સીટી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી 30 અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે મવડી રોડ, યુનિવર્સીટી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, 121 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જકશન રોડ, જ્યુબેલી માર્કેટ, ધરાર માર્કેટ બહાર રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.1000/- વહીવટી ચાર્જ યાજ્ઞિક રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો, 124 બોર્ડ-બેનરો યુનિવર્સીટી રોડ, મવડી રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.