Abtak Media Google News

રીબડામાં રવિવારે રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતભરમાંથી સાધુ-સંતો રહેશે ઉ5સ્થિત

રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદની રાજકોટના રીબડા ખાતે તા.13/11 રવિવારે મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં ભારતભરમાંથી સાધુ, સંતો, મઠો, તમામ અખાડા, રામદળ, શિવદળ ભાગ લેશે. તેમ ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું.

13મી નવેમ્બરે રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ દ્વારા રાજકોટના રીબડા ખાતે સ્નેહમિલન તેમજ એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં સમગ્ર ભારતભરમાંથી અગ્રણી સંતો, મહંતો સ્વામી રાજરાજેશ્ર્વરગીરીજી મહારાજ, બલબલાકુડ-અંકલેશ્ર્વર (રાષ્ટ્રીય અધ્યક્ષ તથા સંસ્થાપક), દક્ષાબેન સાધુ, મહેસાણા (રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ) મહંત થાનાપતિ વિક્રમગીરીજી મહારાજ, જુના અખાડા-જુનાગઢ, (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ-સંત પ્રકોષ્ટ), મહંત, ભક્તિગીરી માતાજી, દામનગર-અમરેલી, (પ્રદેશ અધ્યક્ષ-સાધ્વી પ્રકોષ્ટ), જીજ્ઞેશ રામાવત (પ્રદેશ યુવા અધ્યક્ષ, યુવા પ્રકોષ્ટ), પ્રકાશભાઇ જુનાગઢ (પ્રદેશ અધ્યક્ષ-પુરૂષ પ્રકોષ્ટ), પ્રજ્ઞાબેન દેસાણી (પ્રદેશ મહિલા અધ્યક્ષ-મહિલા પ્રકોષ્ટ), સ્વામી નિજાનંદજી મહારાજ, છોટાઉદેપુર (દક્ષિણ ગુજરાત અધ્યક્ષ), ધર્મેશ પંડ્યા (પ્રદેશ અધ્યક્ષ-પુજારી પ્રકોષ્ટ-અંકલેશ્ર્વર), ત્યાગી મનમોહનદ ાસજી જગન્નાથ મંદીર, રમજુબાપુ-ભાવનગર, રામેશ્ર્વરગીરીજી મહારાજ-ઝાંસી મધ્યપ્રદેશ, મહંત રામમનોહર દાસજી-કલોલ, મહંત વિજયદાસજી-ડાકોર, ઉપરાંત વાર્ષીક આયોજન બેઠકમાં તમામ અખાડા, રામદળ, શિવદળ સાથે જોડાયેલ સંતો, મહંતો, મહામંડલેશ્ર્વર, ક્રિષ્નાબેન જોષી ખાસ ઉપસ્થિત રહેશે.

Dsc 0006

આ બેઠકમાં સાધુ, સંતો તેમજ મંદિર, મઠો, અખાડાના રક્ષણ માટે કાયદાકીય રક્ષણ માટે માંગ કરવામાં આવશે. હિન્દુ સનાતન ધર્મના રક્ષણ માટે આ બેઠક મહત્વની બની રહેશે. સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મના રક્ષણ માટે લોક જાગૃત્તિ માટે સમિતિની રચના કરવામાં આવશે. બાળકોમાં હિન્દુ સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તે માટે કેન્દ્રો (ગુરૂકુળ) સ્થાપવા વિચારણા કરવામાં આવશે તેમજ હાલના આધુકરણની આંધળી દોડ અને વેડફાતા યુવા ધનને રોકવા સમિતિની રચના કરી આવા યુવાનો ફરી હિન્દુ સનાતન સંસ્કૃતિ તરફ વાળવા યુવા પ્રકોષ્ટના અધ્યક્ષ જવાબદારીઓ સોંપશે.

વિધર્મીઓના આક્રમણ સામે હિન્દુ ધર્મના રક્ષણ માટે સમિતિની રચના કરવામાં આવશે. ધર્માન્તરણ રોકવા અને ગેરમાર્ગે દોરવાયેલાને ઘરવાપસી માટે યોજના અને આયોજનો કરવામાં આવશે. સાધુ-સંતો, મહંતો, સન્યાસીઓ, મંદિરો, મઠો, આશ્રમ ઉપર થતા આક્રમણો સામે કાયદાકીય માંગ કરવામાં આવશે.  અનેક મંદિરો ઉપર વિધર્મીઓ દ્વારા પચાવી પાડવામાં આવેલ જગ્યાઓ, મંદિરો, પરત હિન્દુ સમાજને મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.