Abtak Media Google News

કપાસના પાક વિમામાં ૧.૫૦ ટકા અને મગફળીના પાક વિમાના પ્રિમીયમમાં ૧ ટકો સહાય આપવાની બેંકની ૫૯મી સાધારણ સભામાં ચેરમેન જયેશભાઈ રાદડીયાની જાહેરાત

શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપરેટીવ બેંક લીની ૫૯મી વાર્ષિક સાધારણ સભા ઈફકોના મેનેજીંગ ડિરેકટર ડો. યુ.એસ. અવસ્થી રાજયના સહકાર મંત્રી ઈશ્ર્વરસિંહ પટેલ તથા ધી ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેંક લી.ના ચેરમેન અજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેંકનાં ચેરમેન તથા રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી.

આ સભામાં બેંકના ચેરમેને જણાવ્યું હતુ કે સહકારી ક્ષેત્રનાં માર્ગદર્શક દિગ્ગજ ખેડૂત નેતા પોરબંદરના સાંસદ, વિઠલભાઈ રાદડિયા કે જેઓએ આ બેંકમાં ૨૩ વર્ષ સુધી ચેરમેન પદ શોભાવી બેંકને ટોચ ઉપર પહોચાડેલ છે. આજે હું તમામ ખેડુત સભાસદોને ખાત્રી આપુ છું કે વિઠલભાઈ રાદડીયાએ આ જીલ્લામાં સહકારીતાની સાથે ખેડુતોના વિકાસ માટે જે મશાલ પ્રજવલીત કરેલ છે તે મશાલ કાયમી માટે પ્રજવલીત રહે અને બેંક સાથે જોડાયેલ તમામ ખેડુતો તથા ગ્રાહકોને વિકાસની સાથે સાથે આ બેંકનો પણ અવિરત વિકાસ જાળવી રાખવા તમામ પ્રયત્નો કરવા હું કટીબધ્ધતા વ્યકત ક‚ છું. આ બેંકે ૧૮૮ શાખાઓનાં નેટવર્ક સાથે રાજકોટ તથા મોરબી જિલ્લાનાં નાનામાં નાના અને છેવાડાના ગામડાઓમાં બેંકની શાખાઓ કાર્યરત છે.

બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ રાજકોટ અને મોરબી જિલ્લાનાં બેંક સાથે જોડાયલે ખેડુતોના લાભાર્થે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯માં કપાસના પાકવીમા પ્રીમીયમમાં ૧.૫૦% તથા મગફળીના પાક વિમા પ્રીમીયમમાં ૧.૦૦%ની સહાય આપશે ‚રૂ.૨૦ કરોડથી વધારે થશે.

પાકમાં ભૂંડ અને નીલગાયથી રક્ષણ મેળવવા વાયર ફેન્સીંગ કરવા માટે બેંક તરફથી આપવામાં આવતી લોનમાં ૬.૫૦% વ્યાજ રાહતની જાહેરાત કરી હતી.

બેંકની સભાસદ મંડળીઓ સાથે જોડાયેલ ધિરાણ લેતા ખેડુત સભાસદોને હાલ આપવામાં આવતી મેડીકલ સહાય રૂ.૫૦૦૦માં વધારો કરી ‚રૂ.૧૦,૦૦૦ ની સહાય આપવાની જાહેરાત કરાય છે.

11 7બેંકની પ્રગતિ વિશે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતુ કે નાબાર્ડ દ્વારા દિલ્હી લેવલેથી વડાપ્રધાન કે નાણાં પ્રધાન હસ્તે એવોર્ડ અને ઈનામ સતત પાંચ વખત મેળવનાર પ્રથમ બેંક છે. બેંકની સર્વાંગી શ્રેષ્ઠ કામગીરી માટે નાફસ્કોબ તરફથી બે વખત ભારતમાં પ્રથમ નંબરનો એવોર્ડ મેળવ્યો.

રાજય લેવલે ૨૪ વર્ષથી પ્રથમ નંબરે રહી ઈનામ અને દશાબ્દિ એવોર્ડ મેળવનાર આ એક માત્ર બેંક છે. સરકારની કેસીસી ધિરાણ ૭%ના વ્યાજના દરે આપવાની યોજના મુજબ સૌ પહેલા આ બેંકે પહેલ કરેલ છેલ્લા ૫ વર્ષ ૦% એ કેસીસી ધિરાણ પૂરા પાડેલ છે. ચાલુ વર્ષનું આવું ધિરાણ રૂ. ૨૧૦૬ કરોડ છે. છેલ્લા દશ વર્ષમાં બેંકનું શેર ભંડોળ રૂ.૨૫ કરોડથી વધીને વર્ષ અંતે રૂ.૬૬ કરોડે પહોચે છે., બેંકનું રિઝર્વ ફંડ, અન્ય ફંડ રૂ.૧૦૯ કરોડથી વધીને વર્ષ અંતે રૂ.૪૨૮ કરોડે પહોચેલ છે., આર.બી.આઈની ગાઈડ લાઈન મુજબ સીઆરએઆર ૧૧.૫૫% થયેલછે., બેંકની સ્થાપનાથી ૪૦ વર્ષ એટલે કે સને ૨૦૦૦ સુધીમાં થાપણો રૂ.૫૧૫ કરોડ હતી તે ચાલુ એક જ વર્ષમાં રૂ.૪૦૦ કરોડ નવી થાપણો મેળવી રૂ ૪૩૦૫ કરોડે પહોચેલ છે.

બેંક રીઝર્વ બેંકનું લાયસન્સ ધરાવે છે. તેમજ બેંકમાં મુકેલ આપણો નિયમ મુજબ વિમાથી સુરક્ષીત છે., છેલ્લા દશ વર્ષમાં રોકાણો રૂ. ૬૭૭ કરોડથી રૂ. ૧૮૬૫ કરોડે પહોચેલ છે., છેલ્લા દશ વર્ષમાં ધિરાણો રૂ ૭૫૫ કરોડથી રૂ. ૩૨૦૪ કરોડે પહોચેલ છે., ખેડુતો માટેની રાજય સરકારની ‚રલ ગોડાઉન યોજનામાં ૨૫% સબસીડી ઉપરાંત સને ૨૦૧૭-૧૮ના વર્ષમાંબ ક દ્વારા ૮% વ્યાજ સહાય આપવાની જાહેરાત કરેલ છે., બેંકે મંડળીઓ અને ખેડુતોના નાબાર્ડ ‚રલ ગોડાઉન યોજના હેઠળ ૨૫૫૪ ગોડાઉન પૂર્ણ કરેલ છે. રૂ. ૧૯.૦૦ કરોડની સબસીડી મેળવી આપેલ છે. ઉપરાંત રાજય સરકારશ્રીની ગોડાઉન યોજના અંતર્ગત ૯૬૦ ગોડાઉનોની લોન મંજૂર કરેલ છે., છેલ્લાલ દશ વર્ષમાં ચોખ્ખો નફો રૂ. ૨૧ કરોડથી રૂ.૪૫ કરોડે પહોચેલ છે., છેલ્લા દશ વર્ષમાં શાખાઓની સંખ્યા ૧૩૦ થી ૧૮૫ એ પહોચાડી ગ્રામ્ય વિસ્તારનાં છેવાડાનાં માણસ સુધી બેંકીંગ સેવા ઉપલબ્ધ કરાવેલ છે., બેંકે છેલ્લા ૨૪ વર્ષથી રાજયમાં પ્રથમ નંબર જાળવી સતત ૯૯% થી વધુ વસુલાતનો ક્રમ જાળવી રાખેલ છે. વર્ષોથી કાયદાની જોગવાઈ મુજબ બેંક ‘એ’ ગ્રેડ અને ૧૫% ડિવિડન્ડ આપવાનો ક્રમ જાળવી રાખેલ છે., ખેતી વિષયક ધિરાણ લેતા મંડળીઓનાં સભ્યો + બેંક-મંડળીના કર્મચારીઓ + ડિરેકટરશ્રીઓનાં રૂ.૧૦ લાખના અકસ્માતે મૃત્યુના વિમાનું બેંકએ પ્રીમીયમ ભરી સુરક્ષા કવચ પૂ‚ પાડેલ છે.

હેડ ઓફીસ રાજકોટમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ તથા ૧૫૦ ફૂટ રીંગરોડ શાખા રાજકોટ અને રવાપર રોડ શાખા મોરબીમાં સવારના ૮ થી રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી લોકર ઓપરેટીંગ સુવિધા પુરી પાડતી પ્રથમ બેંક છે., રાજકોટ હેડ ઓફીસમાં એકસટેન્શન કાઉન્ટર ખોલી સાંજના ૪ થી રાત્રીનાં ૧૦ કલાક સુધી દાગીના સામે દિરાણ આપતી પ્રથમ બેંક છે., વર્ષોથી બેંકનું નેટ એનપીએ ‘૦’ રહેલ છે., કેન્દ્ર સરકારના કેસ લેશ ટ્રાન્ઝેશન અભિગમના ભાગ‚પે આબેંકએ કુલ ૧,૯૪,૨૨૫ રૂ‚પે ડેબીટ કાર્ડ (થાપણદારોને) તથા ‚પે કિસાન ડેબીટ કાર્ડ (કેસીસી હોલ્ડરોને) પૂરા પાડેલ છે.

રાજકોટ જિલ્લા બેંકની ૫૯મી સાધારણ સભામાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી વાઘજીભાઈ બોડા, ડી.કે. સખીયા, ધારાસભ્ય જાવેદ પીરઝાદા, અરવિંદભાઈ રૈયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.