Abtak Media Google News

જેતપુર સિટી પીઆઈ એમ.એન.રાણાને એસઓજી અને જેતપુર તાલુકાના પીએસઆઈ એચ.એ.જાડેજાને એલસીબીમાં નિમણૂંક અપાઈ

રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ એલસીબી, એસઓજી જેવી મહત્વની બ્રાંચ તેમજ જેતપુર, જસદણ, આટકોટ, વિંછીયા, પડધરી, ઉપલેટા, ગોંડલ, ભાયાવદર, જામકંડોરણા, શાપર સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૩૧ પીઆઈ-પીએસઆઈની આંતરીક બદલીના હુકમ કર્યા છે.

અગાઉ રાજકોટ શહેરમાં એસઓજી અને ‚રલ એલસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ જેતપુર સિટીમાં ફરજ બજાવતા પીઆઈ એમ.એન.રાણાને રાજકોટ ‚રલ એસઓજીમાં નિમણૂંક આપવામાં આવી છે.

ગોંડલ સીપીઆઈ વી.આર.વાણીયાને જેતપુર સિટી, જસદણ પીઆઈ એચ.જી.પલ્લાચાર્ય ઉપલેટા, જસદણ સીપીઆઈ એ.બી.પટેલને જસદણ, ઉપલેટા પીઆઈ એલ.એલ.ભટ્ટને જસદણ સીપીઆઈ, ગોંડલ તાલુકા પીએસઆઈ જે.બી.મીઠાપરાને ધોરાજી, ગોંડલ મહિલા પોલીસ મથકના એસ.આર.ખરાડીને જેતપુર સિટી, જેતપુર સિટીના સી.એન.વસાણીને ગોંડલ મહિલા, આટકોટ એ.વી.જાડેજાને ગોંડલ તાલુકો, વીંછીયાના એસ.એમ.વસાવાને ગોંડલ સિટી, પડધરીના બી.એફ.ચૌધરીને આટકોટ,

ઉપલેટાના પી.જી.બાટવાને જેતપુર તાલુકાના, જેતપુર તાલુકાના એચ.એ.જાડેજાને એલસીબી, વિરપુરના આર.ડી.ચૌહાણને ગોંડલ ડીવાયએસપીના રીડર તરીકે, ગોંડલ ડીવાયએસપીના રીડર એ.એમ.ઠાકોરને ગોંડલ સિટી, ગોંડલ સિટીના વી.કે.ગોલવેલકરને જસદણ, ભાયાવદરના જે.વી.ગોહિલને લોધીકા, પડધરીના એમ.જે.પરમારને શાપર, ધોરાજીના એ.એમ.વાઢીયાને પડધરી, જામકંડોરણાના આર.એલ.ગોયલને જેતપુર તાલુકા, એસઓજીના એ.એ.ખોખરને ધોરાજી, શાપરના વાય.બી.રાણાને એસઓજી,

પાટણવાવના એન.વી.હરીયાણીને ગોંડલ તાલુકા, પડધરીના જે.એમ.ચાવડાને જસદણ, ધોરાજીના વી.બી.વસાવાને ઉપલેટા, એસઓજીના યુ.એસ.વસાવાને પેરોલ ફર્લો, શાપરના આર.જી.સિંધુને લીવ રીઝવ, લીવ રીઝવમાં રહેલ કુણાલ પટેલને એસપીના રીડર, પેરોલ ફર્લોના એમ.આર.ગોંડલીયાને શાપર, જસદણના ડી.એલ.ખાચરને વિંછીયા અને લોધીકાના વી.બી.ચૌહાણને વિરપુર ખાતે નિમણૂંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.