Abtak Media Google News

અતિવૃષ્ટીી યેલી ખાના-ખરાબીથી રાહત સામગ્રીનું કરાયું વિતરણ

ગિર સોમના જિલ્લામાં મેઘ મહેરી સર્જાયેલી અતિવૃષ્ટિી શહેર અને ગ્રામ્ય પંકની હાલત કફોડી બનતા જેના અનુસંધાને કોંગ્રેસ દ્વારા રાહત બચાવ કામગીરી અંતર્ગત રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગિર સોમના જિલ્લામાં પડેલા ભારે વરસાદી સમગ્ર જિલ્લામાં સર્જાયેલી અતિવૃષ્ટિી શહેર અને ગ્રામ્ય પંકોમાં ચારેબાજુ પાણી-પાણી ભરાયાના સર્જાયેલા દ્રશ્યોથી ભારે ખાના-ખરાબી સર્જાય છે. ત્યારે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી અને રાહત સામગ્રી વિતરણ કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલી સુચનાને પગલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉના અને ગિર ગઢડા વિસ્તારની જાત માહિતી મેળવી અને કીટ વિતરણ કરવામાં આવ્યું છે.

કીટમાં કાચુ અને તૈયાર ખાદ્ય પર્દાની વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ વિતરણમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ મંગળસિંહ સોલંકી, જી.પી.સી.સી.ના સેક્રેટરી ડો.હેમાગ વસાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરા, પ્રદેશ કોંગ્રેસના મંત્રી દિનેશભાઈ મકવાણા, પ્રદેશ કોંગીના ડેલીગેટ સુરેશભાઈ બવાર, રાજકોટ શહેર એસ.સી. ડિપાર્ટમેન્ટના પ્રમુખ નરેશ સાગઠીયા, રાજકોટ સેવાદળના પ્રમુખ ભાવેશ ખાચરીયા, કોંગી અગ્રણી વલ્લભભાઈ સગપરીયા, ભુપતસિંહ, શૈલેષભાઈ કપુરીયા, મહિલા કોંગી અગ્રણી મનીષાબા વાળા અને શાંતાબેન મકવાણા સહિતના કાર્યકરોને જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.