Abtak Media Google News
  • પત્નીએ રિસામણે જઈ કેસ કરી સાસુ-સસરાએ ધમકી દેતા યુવકે વખ ઘોળ્યું

શહેરના સંજયનગરમાં રહેતા યુવકની પત્ની રિસામણે ચાલી જતા સાસુ સસરા ધમકી આપતા હોવાથી યુવાને પોતાના ગેરેજમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંજયનગરમાં રહેતા મોહમ્મદરફીક અબ્બાસભાઈ પટણી નામનો 46 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં બજરંગ વાડીમાં આવેલા પોતાના ગેરેજે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મોહમ્મદરફીક પટણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને પોતે બજરંગવાડીમાં ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની અફસાનાબેન છેલ્લા એકાદ મહિનાથી માવતરે રિસામણે ચાલી ગઈ છે અને પત્નીએ અગાઉ બે વાર ફરિયાદ કરેલી છે. પત્ની અફસાનાબેન ઘરમાં ધ્યાન આપતી નથી અને તેની માતા હસીનાબેન ઘરેથી ગમે ત્યારે બોલાવી જાય છે તેમજ સસરા ઇબ્રાહીમ ખોખર અને સાસુ હસીનાબેન ધમકી આપતા હોવાથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો મોહમ્મદરફીક પટણીએ આક્ષેપ કર્યો છે. આક્ષેપને પગલે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.