Abtak Media Google News

પૂર્વ બેઠકમાં ખોટી અને મોટી વાતના બણગા ફૂંકી લોકોને છેતરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ હવે પશ્ર્ચિમના લોકોને છેતરવા આવ્યાં છે: પૂર્વના લોકોએ પૂતળા દહન કરી ઠાલવ્યો રોષ

ગત ચૂંટણીમાં રાજકોટ પૂર્વની બેઠક પર મતદારોને વાયદાઓની લોલીપોપ દેખાડી કશું જ કર્યું ન હોય અને આ વખતે ત્યાંથી હાર ભાળી ગયા હોય બેઠક બદલાવી પશ્ચિમ બેઠક ના મતદારોને લોલીપોપ આપવા ભાગેડુ બનેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સામે પૂર્વ બેઠકના મતદારોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જેથી ત્યાંના મતદારોએ તાજેતરમાંજ  ભાગેડુ ઈન્દ્રનીલે જ્યાં કાયમી કાર્યાલય ઊભું કરવાની લોલીપોપ આપી હતી તે ચોકમાં જ તેનું જ પૂતળું બળ્યું હતું.૨૦૦૭ની ચૂંટણીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટ વિધાનસભાની પૂર્વ બેઠક પરથી દાવેદારી નોંધાવી પોતાના માટે વિસ્તારના લોકોને હથેળીમાં તારલાઓ દેખાડી વાતો કરી મતદારો પાસેથી મત મેળવી વિજય બન્યાં હતાં અને તે સમયે આ વિસ્તારને કાયમી પોતાની હોમપીચ બનાવશે અને આ વિસ્તારમાંજ લોકોના પ્રશ્નોને સાંભળવા એક સ્થાયી કાયમી કાર્યાલય ઊભું કરી પશ્નોના નિરાકરણ લાવશે તેવી લોલીપોપ વિસ્તારના મતદારોને આપી હતી.પૂર્વ બેઠકના મતદારોએ ઇન્દ્રનીલ રાજ્યગુરુને વિજયી બનાવ્યા બાદ પ્રશ્ન સાંભળવા ક્યારેય દેખાયા સુદ્ધાં ન હોય અને કોઈ પણ પ્રશ્ન હલ ન કરી શક્યા હોઈ વિસ્તારના મતદારોમાં ભારે રોષ ભભૂક્યો હતો. એકવાર ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ પાર્ટીની નીતિરીતિ સમાન આ ભાઈ પણ ક્યાંક ગાયબ થઇ ગયા હતા અને વિસ્તારના લોકોના પાયાના પ્રશ્નો હલ નહોતા કરી શક્યા.જેને કારણે આ વખતે પોતાના રાજકોટ પૂર્વના મતવિસ્તારમાં કયા મોઢે મત માંગવા જાય ?   મતદારોને જે તે સમયે દેખાડેલી લોલીપોપને બદલે હવે શું લાલચ આપવી? હવે કયા મુદ્દે લોકોને મૂર્ખ બનાવવા જેવી અનેક બાબતો હોય  આ વખતે ઈન્દ્રનીલે પોતાનો માટે વિસ્તાર બદલવો પડ્યો છે અને લોકોને ભ્રમિત કરે છે કે મુખ્યમંત્રીને હરાવવા માટે બેઠક બદલી છે.ઈન્દ્રનીલના જુઠ્ઠાણાઓ સામે હાલમાં તેના ગત ચૂંટણી વખતના મતવિસ્તારના મતદારોએ જ્યાં સ્થાયી કાયમી કાર્યાલય ઊભું કરવાની વાત કરી હતી. તે ચોકમાં જ તેના અને કોંગ્રેસના શક્તિસિંહનું પૂતળું બાળી આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને પશ્ચિમ બેઠકના મતદારોને પણ માધ્યમો ધ્વારા કીધું હતું કે, આ જુઠ્ઠાણા ચલાવનાર ભાગેડુથી ચેતીને પોતાનું કિંમતી મતદાન કરે.પૂર્વના મતદાર ખીમજીભાઈ પટેલ, ભુદરભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઇ કોળીએ તો આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ૨૦૧૨માં ઈન્દ્રનીલભાઈ અહિંયાથી ચૂંટણી લાડવા આવ્યા ત્યારે કહેતા હતાં કે અડધી રાત્રે પણ તમારા પ્રશ્નો માટે મારા અહીંયા કાયમી કાર્યાલયે આવજો હું કામ કરવા દોડી  આવીશ પરંતુ ચૂંટણી જીત્યા બાદ ક્યારેય દિવસે પણ દેખાયા નથી અને હવે અમોને જવાબ આપવો અઘરો બની ગયો હોય મતવિસ્તાર બદલી નાખ્યો છે.તે જ વિસ્તારના અન્ય મતદારો રાજશ્રીબેન માલવિયા, શિલ્પાબેન મકવાણા, હિતેષભાઇ પટેલ સહિતના મતદારોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, ઈન્દ્રનીલભાઈને માત્ર માલેતુજાર લોકોમા જ રસ છે કારણ કે, ત્યાંથી તેની તમામ જરૂરિયાતો પૂર્ણ થઇ શકે ઈન્દ્રનીલભાઈ ગરીબ કે નાના વર્ગના લોકોમાં કશું જ રસ ન હોઈ આ વખતે અહીંથી ભાગ્ય અને પશ્ચિમ બેઠકમાં પોતાની મોજ-મજાઓ પુરી કરવાના એકમાત્ર ઉદ્દેશથી જ બેઠક બદલાવી છે. તેને ગરીબ મતદારોના વિકાસમાં કોઈ જ રસ નથી તેવો આક્રોશ ઠાલવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.