Abtak Media Google News

વિધાનસભા સામાન્ય ચુંટણીમાં રાજકોટ શહેરના 80 થી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરીકો ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટ દવારા મતદાન કરી લોકશાહી શાસન વ્યવસ્થામાં પોતાનો દ્રઢ વિશ્ર્વાસ વ્યકત કરી રહ્યા છે.

69-વિધાનસભા બેઠક માટે આજે અમીન માર્ગ પરની અનુપમા સોસાયટીમાં રહેતા 8ર વર્ષના વરિષ્ઠ નાગરીક મગનભાઇ ઉમરાણીયાએ પોસ્ટલ બેલેટ  દ્વારા મતદાન કર્યુ હતું. આ માટે ઝોનલ ઓફીસર કપિલ ગગલાણી,

આસિસ્ટન્ટ ઝોનલ ઓફીસર ભાવિક મેધાણી, માઇક્રો ઓબ્ઝર્વેર કૃણાલ મકવાણા તથા વિડીયોગ્રાફર અને લેડી કોન્સ્ટેબલની ટીમે ઉમરાણીયા સર મતદાન કરી શકે તે માટે સ્થળ પર જ મતદાન કુટીરની કામચલાઉ વ્યવસ્થા ઉભી કરી હતી. જેમાં મગનભાઇએ પોસ્ટલ બેલેટથી મતદાન કયુૃ હતું. આ પોસ્ટલ મતદાન કરવા બદલ ઝોનલ ઓફીસર કપિલ ગગલાણીએ ઉમરાણીયાને પ્રમાણ પત્ર પણ આપ્યું હતું. ઉમરાણીયાએ આ સમગ્ર વ્યવસ્થા બદલ જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. ઉપરોકત સભ્યોની ટીમ નંબર 7 દ્વારા આજે 80 વર્ષથી વધુના કુલ ર3 મતદારોને ઘરે બેઠા પોસ્ટલ બેલેટના માઘ્યમ દ્વારા મતદાન કરાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.