Abtak Media Google News

ભીક્ષાવૃત્તિ કરતો શખ્સ મહિલાઓનો વિશ્ર્વાસ કેળવી વિધિ કરવાના બહાને સોના-ચાંદીના દાગીના તફડાવ્યાની કબુલાત

ક્રાઈમ બ્રાંચે મોટામવા પાસેથી ઝડપી લઈ સોના અને ચાંદીના ધરેણાને બાઈક મળી રૂપિયા 7 લાખનો મુદામાલ કબજે

શહેરમાં સાધુના વેશમાં ભિક્ષાવૃત્તિ કરતા શખ્સો ધોળે દિવસે મકાનમાં એકલી મહિલાઆને બિમારી દૂર કરી દેવાના બહાને વિશ્ર્વાસ કેળવી કેફી પ્રવાહી પીવડાવી વિધિ કરવાના બહાને સોના-ચાંદીના દાગીના તફડાવી જતો શખ્સને મોટામવા ગામના પુલ પાસેથી ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓને કડક હાથે ડામી દેવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર મનોજઅગ્રવાલે આપેલી સુચનાને પગલે ક્રાઈમ બ્રાંચના એસીપી ડો.બી.બસીયા અને પીઆઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એમ. ધાખડા સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતાત્યારે મૂળ લોધીકા તાલુકાના હરીપર ગામનો વનજી અને હાલ પોપટપરા પાછળ વિવેકાનંદનગર શેરી નં.5માં રહેતો વીરા બેચર પરમાર નામનો દેવીપૂજક નામનો શખ્સ મહિલાને બીમારીના નામે મહિલાઓને શિકાર બનાવતા હોવાની કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા અને નલીનભાઈ ડાંગરને મળેલી બાતમીનાં આધારે કાલાવડ રોડ પર મોટામવાના પુલ પાસેથી ઝડપી લીધો હતો.વિહા પરમારની અટકાયત કરી તેના કબ્જામાંથી સોના ચાંદીના ધરેણા, રોકડા અને બાઈક મળી રૂ. 7 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રાથમિક પૂછપરછમાં મવડી બાપાસીતારામ ચોક નજીક રામનગર શેરી નં.1માં હેતલબેન નિલેશભાઈ લાઠીયા નામના મહિલાને બીમારી દૂર કરવા નશાયુકત પ્રવાહી પીવડાવી છેતરપીંડીથી સોના ચાંદીના ધરેણા તફડાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી છે.

હંસાબેન લાઠીયા એકલા ઘરે હતા ત્યારે બપોરના સમયે આરોપી સાધુ જેવો વેષ ધારણ કરી  ઘર પાસે ગયેલ અને ફરીયાદી પાસે પીવાનું પાણી માંગેલ જેથી એક ગ્લાસ પાણી આપતા ફરીવાર વધુ પાણી પીવુ છે તેવું કહી પાણીનો બીજો ગ્લાસ માગતા ઘરમા પાણીનો બીજો ગ્લાસ ભરવા ગયેલ અને હંસાબેન પહેલા જે ગ્લાસ આપી ગયેલ તેમાં આરોપીએ સાકર નાખી દીધેલ અને હંસાબહેન ઘરમાંથી પાણીની બીજો ગ્લાસ ભરીને આવેલ અને દરમ્યાન આરોપીએ ફરીયાદી બહેનને જણાવેલ કે તુ બહુ બીમાર રહે છે અને શારીરીક પીડાય છે.

તેવી વાતો કરી અને વિશ્વાસમા લઇ હેલ કે લે.. આ પાણી પ્રસાદ છે બધુ સારું થઇ જશે… તેમ કહી સાકર નાખેલ તે પાણી હંસાબેનને પીવડાવી દીધેલ જે પાણી પીવડાવેલ તેનો સ્વાદ હંસાબેનને અલગ લાગેલ અને  કહેલ કે તમારે આ બાબતે વિધિ કરવી પડશે અને કહેલ કે તારા ઘરમાં પડેલ સોના ચાંદીના ઘરેણાની પણ વિધિ કરવી પડશે અને તારે વિધિ કરવા માટે રૂપીયા આપવા પડશે તે સૌના ચોદીના દાગીના લઇ આવ તેમ કહેલ અને બહેન આરોપીની આભામા આવી ગયેલ અને તેને થોડીવાર સુધી કોઇ ભાન રહેલ નહી અને હંસાબેન ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીનાની ચેલી કાઢી અને સાધુના વેષમા રહેલ આરોપીને આપેલ બાદ આરોપીએ કહેલકે મારે ચા પીવી છે તુ મને ચા પીવડાવ જેથી હંસાબહેન રસોડામાં ચા બનાવવા માટે ગયેલ અને પરત આવતા સાધુના વેષમા રહેલ ઇસમ જોવામાં આવેલ નહી અને થોડીવાર પછી ફરીયાદી બહેન સંપુર્ણ સ્વસ્થ થતા તેઓ આ સાધુના વૈષમા આવેલ ઇસમ પાસે છેતરાયેલ હોવાની અનુભૂતિ થઇ અને પોતાના સોના-ચાંદીના ઘરેણા આપી દીધેલ હોવાનુ જણાવ્યુ હતુ.

જાહેર જનતાને અપીલ

આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવા કોઇ સાધુ ભીક્ષુ,માંગણ ના વૈષમા આવી કોઇપણ પ્રસાદના નામે આપતા ખાધ્યપદાર્થ, કે કોઇ પ્રવાહી પીવુ નહી અને કોઇપણ બહાને કિંમતી ઘરેણા કે રોકડ રકમની માંગણી કરેતો આપવા નહી તેમજ કોઇપણ જાતની શંકાસ્પદ પ્રવૃતી જણાય આવ્યે તાકાલીક પોલીસ ને જાણ કરવા સારુ અપીલ કરવામા આવે છે તેમજ આ સાથે રહેલ ફોટા વાળી વ્યકિત દ્વારા કોઇપણ અથવા કોઇપણ વ્યક્તિ દ્વારા આ પ્રકારનો છેતરપીંડીનો ભોગ બનેલ હોય તો તેઓને તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન અથવા કાઇમ બ્રાન્ચ પોલીસ કમિશ્નરની કચેરી રાજકોટ શહેર ખાતે જાણ કરવા જાહેર જનતાને અપીલ કરવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.