Abtak Media Google News

 15 દિવસ પહેલાં આફ્રિકામાં વ્યવસાય અર્થે ગયેલા યુવકને ચાર પાકિસ્તાની શખ્સોએ અપહરણ કરી રુા.1.50 કરોડ ખંડણી માગી

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને સાઇબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ જહેમત રંગ લાવી: ચારેય અપહરણકારને ઝડપી લીધા: યુવક હેમખેમ રાજકોટ પહોચ્યો

અપહૃત યુવકના પરિવારે રાજકોટ પોલીસની સરાહનીય કામગીરીની પસંશા કરી

રાજકોટ પોલીસની આગવી સુઝ, બુઝ અને કુન્હેથી આફિકામાં ખંડણી માટે અપહરણ થયેલા યુવકને મુકત કરાવી હેમખેમ રાજકોટ પહોચતો કર્યો છે એટલું જ નહી અપહરણના ગુનામાં સંડોવાયેલા ચારેય પાકિસ્તાની શખ્સોને સાઉથ આર્ફિકા પોલીસને ઝડપી લેવામાં સફળતા મળી છે.

રાજકોટ પોલીસની કાબુલે દાદ કામગીરીથી આપહૃત યુવકના પરિવારે રાજકોટ પોલીસની કામગીરીની પસંશા કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનો યુવક ધંધા માટે 15 દિવસ પહેલાં સાઉથ આફ્રિકા ગયો હતો જેના કોન્ટેકથી આફ્રિકા ગયો હતો તેઓએ જ અપહરણ કરી અપહૃત યુવકના મોબાઇલમાંથી તેના પિતા સાથે રાજકોટ વાત કરી યુવકને અપહરણ કર્યાની અને તેની મૂક્તિ માટે રુા.1.50 કરોડની ખંડણી માગી હતી. આથી ગભરાયેલા પરિવાર મદદ માટે પોલીસ કમિશનર રાજુ  ભાર્ગવ પાસે દોડી ગયા હતા.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે અપહૃતના પરિવારની મદદ માટે ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમને કામે લગાડયા હતા. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને સાયબર ક્રાઇમ એસીપી વિશાલકુમાર રબારીએ ભારત અને સાઉથ આફ્રિકા વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી હતી તેમજ સાઉથ આફ્રિકા ોપોલીસ સાથે ટેલિફોનીક વાતચત કરી પુરી સાવધાની સાથે અપહૃત યુવકને મુક્ત કરાવ્યો હતો એટલુ જ નહી યુવકને હેમખેમ રાજકોટ લાવવામં સફળતા મળી છે.

રાજકોટ પોલીસે સાઉથ આફ્રિકા પોલીસ સાથે કરેલી ટેલિફોનીક વાતચીતમાં છટકુ ગોઠવી ખંડણીની રકમ રુા.1.50 કરોડમાંથી રુા.30 લાખ સુધી લાવ્યા હતા તેમજ ગોઠવેલા છટકામાં અપહરણના ગુનામાં સંડોવાયેલા ચારેય પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા હતા. તેની પાસેથી ખંડણી પેટે આપેલી રકમ કબ્જે કરી છે.રાજકોટ પોલીસની સરાહનીય કામગીરીની અપહૃત યુવકના પરિવારે પસંશા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.