Abtak Media Google News

અઢી માસ પહેલા સ્વાતી પાર્ક અને ત્રણ માસ પહેલા ગોંડલ રોડ પર થયેલી લુંટનો ભેદ ખુલ્યો: 17 હજારની રોકડ, ચાંદીનો ચેઇન કબ્જે

રાજકોટના મવડી રોડ આનંદ બંગલા ચોકમાં ત્રણ દિવસ પહેલા મોડી રાત્રે મોબાઇલ ફોનમાં વાતચીત કરતા વેપારી યુવાનને છરી બતાવી રૂ. 17 હજારની રોકડ, ચાંદીના દાગીના અને મોબાઇલ ફોનની લુંટ ચલાવવામાં આવી હતી. જે ગુનાનો સી.સી ટી.વી. કુટેજના આધારે પોલીસે ભેદ ઉકેલી નાખી બે સગીર સહીત ચાર શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતા અઢી માસ પહેલા આજી ડેમ પાસે થયેલી લુંટની પણ ભેદ ઉકેલાયો છે.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ સરદારનગર શેરી નં. 1 માં રહેતા વેપારી જગદીશ સતીષ મંડીર ગત તા. 18-9 ને શનિવારે રાત્રે સવા અગિયાર વાગ્યે એકટીવા પર મવડી રોડ પરથી પસાર થતો હતો ત્યારે આનંદ બંગલા ચોકમાં મોબાઇલમાં રીંગ વાગતા વાતચીત કરવા ઉભા રહ્યો હતો.આ બનાવની માલવીયાનગર પોલીસમાં જાહેરાત થતાં પોલીસે ગુનો નોંધી સી.સી. ટી.વી કુટેજના આધારે તપાસ હાથ ધરતા ત્રપ આરોપી ઓળખાય ગયા હતા.જેના આધારે પોલીસે ગોંડલ રોડ પી.ડી. એમ. કોલેજ પાસેથી કોઠારીયા રોડ ઘનશ્યામનગર-1માં રહેતા ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહીલ (ઉ.વ.22) અને મનીષ ઉર્ફે ઢોલકી હરેશ હરીયાણી તેમજ બે સગીર મળી ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસની પુછપરછમાં ધ્રુવરાજસિંહ ગોહીલ અને બે સગીરે આનંદ બંગલા ચોકમાં છરીની અણીએ લુંટ ચલાવ્યાની કબુલાત આપી હતી. જેઓની પાસેથી 17 હજારની રોકડ, ચાંદીનો ચેઇન અને બાઇક કબ્જે કર્યુ હતું. જયારે ધ્રુવરાજસિંહ ગોહીલ, મનીષ હરીયાણી અને પરેશ ઉર્ફે મદારીએ અઢી માસ પહેલા રાત્રીના 10.30 વાગ્યે  સ્વસ્તીક પાર્ક સાઇબાબા સર્કલ પાસે મોટર સાયકલમાં પસાર થતા અરવિંદ વેલજી બોદરને છરી બતાવી રૂ. 10 હજારની રોકડ અને સોનાની માળા મળી 30 હજારની માલ મતાની લુંટ કરી હોવાની કબુલાત આપી છે જે ગુનામાં પરેશ હજુ નાસતો ફરે છે.

આ ઉપરાંત ત્રણ માસ પહેલા ગોંડલ રોડ પરીન ફરર્નીચર પાસેથી છરીની અણીએ 18 હજારની લુંટ ચલાવ્યાની કબુલાત આપી છે આ કામગીરી માલવીયાનગરના પી.આઇ. કે.એન. ભુકસ, પી.એસ.આઇ. વી.કે. ઝાલા, એસ.એસ. મહેશ્ર્વરી, મશરીભાઇ:, દિગ્પાલસિહ, કમલેશ મોરી, ભાવેશ ગઢવી, હરપાલસિંંહ, રોહીત કછોટ, કુલદીપસિંહ સહીતના સ્ટાફે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.