Abtak Media Google News

રૂ. 70 હજારની રોકડ સાથે 18 પત્તાપ્રેમી ઝડપાયા

શહેરના સંતકબીર રોડ પર આવેલા ગઢીયાનગરમાં મકાનમાં એકલવ્યનગરમાં મેલડીમાતાના મંદિર પાસે અને બામણબોર ગામે જીઆઇડીસી માં આવેલા કારખાના નજીક પોલીસે જુગારના દરોડા પાડી જુગાર ખેલતા 18 પત્તાપ્રેમીનેઝડપી જુગારના પટમાંથી રૂ.70 હજારની રોકડ કબ્જે કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ સંતકબીર રોડ પર આવેલા ગઢીયાનગર-4 માં રહેતો ધર્મેશ મુકેશભાઇ વાગડીયા તેના મકાનમાં જુગારનો અખાડો ચલાવી રહ્યો હોવાની બાતમી થોરાળા પોલીસને મળી હતી.માહીતીના આધારે થોરાળા પોલીસની ટીમે મુકેશના મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર ખેલતા મુકેશ વાગડીયા સહીત હિતેશ કિશોરભાઇ ગણાત્રા, ભીખા રામભાઇ ટોયટા, જયેશ અરવિંદભાઇ શર્મા, ગુણવંત માવજીભાઇ રાણપરા અને મયુર કનૈયાલાલ વૈષ્ણવીને ઝડપી રૂ. 36 હજારની રોકડ કબ્જે કરી છે.

જયારે ગાંધીગ્રામ-ર (યુનિ. પોલીસે) સાધુ વાસવાણી સ્કુલની બાજુમાં આવેલા એકલવ્ય નગર નજીક મેલડીમાતાના મંદિરના ઓટા પર જુગટુ રમતા રોહિત રાજીભાઇ રાઠોડ, મહમદ અલારખાભાઇ ઠેબા, ભરત મનજીભાઇ મેર, રફીક જુમાભાઇ શેખ, પ્રતાપ જીવણભાઇ સાગઠીયા, જીતેન્દ્ર કમાભાઇ સાગઠીયા, એ ચેતન દામજીભાઇ નામના શખ્સોને ઝડપી લઇ જુગારના પટમાંથી 21 હજારની રોકડ રકમ કબ્જે કરી છે.

તેમજ એરપોર્ટ પોલીસે બામણબોર ગામે જીઆઇડીસી ખાતે આવેલા ગ્રીન પ્લસ કારખાના પાસે જુગારનો દરોડો પાડી જુગટુ રમતા રસીક રામભાઇ બાવળીયા વીજય ચંદુભાઇ, અજીકકુમાર જુગેશ્ર્વર મંડલ, નવધણ મશરુભાઇ ગમારા અને ગોપાલ સુરેશભાઇને ઝડપી રૂ. 12 હજારની રોકડ કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.