Abtak Media Google News

ભુજ જેલમાંથી ભાગી છૂટયાની અને જેલમાં ઇલેક્ટ્રોનિક સાધનો સોશિયલ મીડિયા મારફત કાળા કારોબારની સરકાર તરફી રજૂઆતની નોંધ લેતી અદાલત

રાજકોટ જિલ્લામાં ચકચાર મચાવનાર ગોંડલ સહિત સૌરાષ્ટ્ર ભરમાં હાહાકાર મચાવનાર અને હત્યા,હત્યાની કોશિશ, ખંડણી, ધમકી અને મારામારી સહિત જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને ગોંડલની જેલમાં બેઠા બેઠા કાળો કારોબાર કરી અને પોતાનું સામ્રાજ્ય જમાવનાર તેમજ ગુજસીટોકનાં ગુનામાં   ભુજની જેલમાં રહેલા નીખીલ દોંગાએ કરેલી રેગ્યુલર જામીન અરજી રદ  રાજકોટની ખાસ અદાલતે નોંધ્યું  છે કે આરોપી નીખીલ દોંગા ભૂજ જેલવાસ દરમિયાન હોસ્પિટલમાંથી ભાગી છૂટયા ઉપરાંત તેની સામેના અનેક ગભીર ગુન્હાઓને  સંડોવાય અલ્લાહ હોવાથી જામીન પર છોડવા  ન્યાયિક જણાતું નથી. જે ટાંકીને અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ ગોંડલ, જેતપુર સહિત સૌરાષ્ટ્ર ભરમાં  ખૂન, ખૂનના પ્રયાસ, હથિયારધારાનો ભંગ, ફોર્જરી, જમીનમાં પેશકદમી, જેલમાં રહી જેલ મેન્યુઅલની જોગવાઈઓનું જેલર સાથે મળી છડેચોક ઉલ્લંઘન વિગેરે કેસોમાં ગુન્હેગાર તરીકે કુખ્યાત થયેલા  નીખીલ દોંગા તેને ગેંગના સાગરીતો સામે રાજ્ય સરકારના સુધારેલા કાયદા અન્યવે ગુજસીટોક  હેઠળ ગુનો નોંધી  તમામ  સાગરીતોની બે વર્ષ પહેલા ધરપકડ કરવામાં આવેલી અને તમામ શખ્સોને રાજ્યની જુદી જુદી જેલોમાં ધકેલવામાં આવ્યા હતા. સદર કેસની તપાસ જેતપુર ના ડીવાયએસપી સાગર બાગમરને સોંપવામાં આવી હતી. જેઓએ  તપાસના અંતે તમામ ગુન્હેગારો સામે ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી.દરમિયાન  નીખીલ દોંગાએ ગુજસીટોક કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજુ કરી હતી.

આ જામીન અરજીની સુનાવણી વખતે સરકાર પક્ષે સ્પે.પી.પી. એસ. કે. વોરાએ નીખીલ દોંગાની છેલ્લા દશ વર્ષમાં અનેક ગંભીર ગુન્હાઓમાં સંડોવણી હોવાની વિગતો તેમજ ભૂજ જેલમાંથી માંદગીના બહાને હોસ્પિટલમાં દાખલ થઇ ત્યાંથી ભાગી ગયાની વિગતો તેમજ ભૂજ જેલમાં રહીને ઈલેકટ્રોનીકસ સાધનોનો ઉપયોગ કરી ચોકકસ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવાની ધમકીની વિગતો આપી હતી. આ ઉપરાંત ગુજસીટોક કાયદા હેઠળ “ગેંગ લીડર” તરીકેની નીખીલ દોંગાની ભૂમિકા અને નીખીલ દોંગાના લાભ માટે અને તેઓની સૂચના મુજબ ગેંગ સભ્ય ગુન્હાઓની પણ વિગતો જાહેર કરેલી હતી.

તેમજ જેલમાં હોવા છતાં ઈલેકટ્રોનિકસ સાધનનો ઉપયોગ થયેલ હોવાનું જણાતા ફરિયાદીએ નીખીલ દોંગાને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની રજુઆત કરી હતી. આ અરજીની સુનાવણી અને નિકાલ બાકી છે, આ તમામ વિગતો અને કરેલી રજુઆતોને ધ્યાને લઈ ગુજસીટોકની ખાસ અદાલતે નીખીલ દોંગાની રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી.આ કેસમાં સરકાર તરફે સ્પે.પી.પી. સંજયભાઈ કે. વોરા રોકાયા છે.નિખિલ દોંગા ભુજની જેલમાં સારવાર માટે જીકે હોસ્પિટલમાંથી ફરાર થયાના ગુનામાં જ તાજેતરમાં જ હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.