રાજકોટ: દિવાળી પર્વ નિમિતે ઇસ્કોન મંદિરમાં ભવ્ય દિપોત્સવ તથા અન્નકુટ દર્શન

નૂતન વર્ષે ગોવર્ધન પૂજા તથા મંદિર પાંચ હજાર દિવાઓથી શણગારાશે

ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ: રંગબેરંગી લાઇટ દ્વારા મંદિર રોશનગાર, તારીખ 23 ઓક્ટોબર થી 29 ઓક્ટોબર એટલેકે ધનતેરસથી લાભપાંચમ સુધી બધા માટે મહાપ્રસાદ, પૂરો મહિનો બધા દર્શનાર્થીઓને સાંજે દિપદાન (આરતી) કરવા દેવામાં આવશે. 26 ઓક્ટોબર ના બેસતાવર્ષ ના દિવસે વિશેષ ગોવર્ધન પૂજા, અન્નકૂટ દર્શન, મંદિર 5000 દીવાઓ દ્વારા  શણગારવામાં આવશે* દિવાળીનો તહેવાર આવી ગયેલ છે અને શહેરમાં તેની ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. ઇસ્કોન મંદિરમાં પણ દિવાળીની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે દિવાળીની તૈયારીના ભાગરૂપે પુરા મંદિરને રંગબેરંગી લાઇટોથી રોશનગાર કરવામાં આવેલ છે. બેસતાવર્ષ ની સાંજે મંદિરમાં 5000 દીવાઓ દ્વારા શણગાર કરવામાં આવશે. તારીખ 26 ઓક્ટોબર એક બેસતા વર્ષના દિવસે મંદિર નો કાર્યક્રમ આ મુજબ રહેશે સવારે સાડા ચાર વાગ્યે મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે. સવારે આઠ વાગે ભગવાનના વિશેષ શ્રુંગાર દર્શન કરવામાં આવશે. સવારે 8 થી 12 દરમિયાન લોકો પૂજા પણ મંદિર દ્વારા સંચાલિત ગોપાલ ગૌશાળા માં ચાલુ રહેશે.  ગોવર્ધન પૂજા ઉપર પ્રવચન આપશે. સાંજે 4:30 વાગે મંદિરમાં ભગવાનના અન્નકૂટના વિશેષ દર્શન થશે. દિવસ દરમિયાન મંદિરમાં ભગવાનનું હરે કૃષ્ણ મહામંત્ર પર મધુર કીર્તન ચાલુ રહેશે.

આથી રાજકોટની ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને આ દીપોત્સવ નો લાભ લેવા માટે, દીપદાન કરીને ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજીની કૃપા મેળવવા માટે તેમજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટના દર્શન કરવા અને મહાપ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે.