Abtak Media Google News

મેયર ડો.પ્રદીપ ડવ,સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ચડત વેરમાં હપ્તા યોજના (વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ)નો લાભ વધુમાં વધુ મિલ્કત ધારકો લઈ શકે તે માટે  આગામી ૩૧ મેં સુધી  લંબાવાઈ છે.તેવી ઘોષણા મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ દ્રારા કરવામાં આવી છે.

Advertisement

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે,મહાપાલિકા દ્વારા શહેરના મિલ્કત ધારકો સંજોગોવસાત પાછલી બાકી ભરી શકેલ ન હોય તેવા મિલકત ધારકોને  માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ ગત વર્ષ ૨૦૨૨-૨૩માં મિલકત ધારકોને મિલકતવેરાની અને પાણીવેરાની ચડત રકમ ખુબ જ મોટી હોય છે અને આ રકમ પર વાર્ષિક ૧૮%ના દરે વ્યાજ ચડતું હોય છે. આવા મિલકતધારકોને હપ્તા સિસ્ટમથી પાછલી બાકીની રકમ ભરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ” અમલમાં મુકેલ. આ સ્કીમમાં ચાલુ વર્ષનો સંપૂર્ણ વેરો ભરપાઈ કરવાનો અને પાછલી બાકીની રકમના ૧૦% રકમ ભર્યેથી બાકી રહેલ રકમ પરનું વ્યાજ ચડતું બંધ થાય અને ત્યારબાદ દર વર્ષે અનુક્રમે ૧૫%, ૨૫%, ૨૫% અને ૨૫% હપ્તાની સિસ્ટમ રાખેલ હતી. જેની મુદત ૩૧ માર્ચ સુધી હતી.

સ્કીમનો વધુમાં વધુ મિલકત ધારકો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ વર્ષનો મિલકતવેરો સંપૂર્ણ ભરપાઈ કરે અને પાછલી બાકીની રકમના ૨૫% રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સ્કીમ પછીના દરેક વર્ષ માટે પાછલી બાકી રકમના ૨૫% મુજબ કુલ ૪ હપ્તા ભરપાઈ કરવાના રહેશે. ચાર વર્ષમાં મિલકત ધારક પાછલી બાકીમાંથી નીકળી જશે અને વ્યાજ ચડતું બંધ થશે. આ સ્કીમનો લાભ આગામી ૧૫ મેંસુધી લાભ લેવાની મુદત લંબાવવામાં આવી હતી.

વિશેષ, હજુ પણ ઘણા મિલકત ધારકો “વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ”નો લાભ લેવામાં બાકી રહેલ હોય જે ધ્યાનમાં રાખી વિશેષ તા.૩૧ મેં સુધી મુદત લંબાવવામાં આવેલ છે.

તા.૧ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી “વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ”ના અનુસંધાને સેન્ટ્રલ ઝોનમાં ૨૮૮૧, ઇસ્ટ ઝોનમાં ૨૬૮૨ અને વેસ્ટ ઝોનમાં ૨૯૮૭ મિલકત ધારકો મળી કુલ ૮૫૫૦ મિલકત ધારકોએ લાભ લીધેલ છે. જેના કારણે રૂ.૧૧.૨૪ કરોડની રકમની આવક થયેલ છે. અને રૂ. ૪૪.૬૫ કરોડ બાકી રકમ છે. જે ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકાને મળશે.

૧ એપ્રિલથી ૧૫ મેં સુધીની “વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ”ના અનુસંધાને સેન્ટ્રલ ઝોનમાં ૧૯૮, ઇસ્ટ ઝોનમાં ૧૭૨ અને વેસ્ટ ઝોનમાં ૨૬૮ મિલકત ધારકો મળી કુલ ૬૩૮ મિલકત ધારકોએ લાભ લીધેલ છે. જેના કારણે રૂ.૧.૨૨ કરોડની રકમની આવક થયેલ છે અને રૂ. ૨.૦૧ કરોડ બાકી રકમ છે. જે ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકાને મળશે.

બાકીદારો   ઓનલાઇન (વેબસાઇટ https://www.rmc.gov.in/ તથા RMC ની મોબાઇલ એપ પર) ઉપરાંત     તમામ સિટી સિવિક સેન્ટરો પર અને તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસો પર  વેરો ભરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.