Abtak Media Google News

રાજકોટના યુનિવર્સિટી રોડ પર શિવશકિત યુવા ગ્રુપ દ્વારા જે.કે. ચોક ખાતે ગણેશોત્સવનું ભવ્ય આયોજન છેલ્લા 15 વર્ષ થી આ વિસ્તારમાં કાબીલેદાદ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિ ફરતા જીવંત સફેદ ઉંદરો પ્રદક્ષિણા કરતા હોય તે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ વર્ષે પણ શિવશકિત યુવા ગ્રુપ દ્વારા ગણેશોત્સવ-2023નું સુંદર આયોજન જે.કે. ચોક ખાતે કરવામાં આવેલ છે. આ વર્ષે એર ક્ધડીશન ડોમમાં ફોરેસ્ટ થીમમાં તા. 19 થી 28 સપ્ટેમ્બર-2023 ના રોજ 9 (નવ) દિવસ દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગણપતિદાદાની જે.કે. ચોક ખાતે પધરામણી થશે.

Advertisement

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે શિવશક્તિ યુવા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે જે.કે. ચોકમાં આ વર્ષે અદભૂતપૂર્વ નજારો ખડો કરવામાં આવ્યો છે. રંગબેરંગી સુશોભનથી સજ્જ વિશાળ એર ક્ધડીશન ડોમમાં ફોરેસ્ટ થીમમાં ગણપતિજીની મનોહર મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરતાં જીવંત સફેદ ઉંદરો ભાવિક દર્શનાર્થીઓને શ્રદ્ધાની અનુભૂતિ કરાવે છે. 9 દિવસના ભાતીગળ આયોજનમાં તા.19 ના રોજ સવારે 11-00 કલાકે વિશાળ સુશોભિત એરક્ધડીશન ડોમમાં પંડિતોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ગણપતિ દેવની વિશાળ મૂર્તિની સ્થાપના થશે.

ગણેશોત્સવમાં 9 દિવસ

રંગબેરંગી સુશોભનથી શોભતા વિશાળ એર ક્ધડીશન ડોમમાં ગણપતિજીની મનહર મૂર્તિ મેઘધનુષ રોશનીમાં ઝળહળી ઉઠશે

‘અબતક’ની મુલાકાતમાં શિવ શક્તિ યુવા ગ્રુપના સભ્યોએ આપી વિગતો

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જીવંત સફેદ ઉંદરો ગણપતિજીની મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરતાં હોય તેઓ પ્રથમ પ્રયોગ શીવશકિત યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. લીમકા બુક ઓફ રેકોર્ડમાં ઉમેદવારી તરફ આગળ વધી રહેલા સૌરાષ્ટ્ર-ગુજરાતના અનુપમ અને વિશિષ્ટ ગણપતિ મહોત્સવ ગણવામાં આવે છે. રાત્રીના 8-00 વાગ્યાની ગણપતિ દાદાની અલૌકિક આરતી ઝાંખી કરવી એ એક લ્હાવો છે.

ગણપતિ ઉત્સવમાં તા.22/09 ના રોજ સંતવાણીનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં શેખરદાન ગઢવી, જયદિપ ખુમાણ, હરી ગઢવી, ઈલા પ્રજાપતિ તેમજ તારીખ : 23/09 ના રોજ રાત્રે બહેનો માટે દાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મયુર બુધ્ધદેવ ગ્રુપ દ્વારા રાસોની રમઝટ બોલાવશે. તા.24/09/2023 ના રોજ રાજભા ગઢવી અને સાગર મેસવાણીયાના લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.26/09/2023 ના રોજ ઢોલરાનું પ્રખ્યાત રામામંડળ રમશે. તેમજ ડાન્સ કોમ્પીટીશન, પાણીપુરી જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે શિવશક્તિ યુવા ગ્રુપ ઉપસ્થિત રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.