રાજકોટ: મનપાના બજેટને આવકારતા રોશની સમિતિના ચેરમેન જયાબેન ડાંગર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સને 2021/22નું બજેટ આવકારતા  રોશ્ની સમિતિના ચેરમેન જયાબેન ડાંગરે જણાવેલ કે ચાલુ વર્ષમાં નવા વિસ્તાર તેમજ શહેરમાં રોશની વિભાગમાં જે જોગવાઈ કરેલ છે ટે બદલ મેયર ડો. પ્રદિપ આર. ડવ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, શાશકપક્ષના નેતા વિનુભાઈ ઘવા તથા શાશકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા સ્ટેન્ડિંગ કમીટીના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું. વર્ષ 2020/21માં રોશની સમિતિ દ્વારા થયેલી  કામગીરી વિશે જણાવતા કહ્યું કે રાજકોટના વિવિધ વોર્ડ તેમજ જાહેર જગ્યાઓ પર લાઇટિંગનુ કામ ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવ્યું હતુ જેમાં વોર્ડ નં.2માં આવેલ વંદન વાટિકા ગાર્ડન ખાતે રૂ.2.35 લાખના ખર્ચે લાઈટિંગ કામ, સંજય નગર રોડ પર 20 લાખના ખર્ચે લાઈટિંગ કામ ચાલુ છે તેમજ રેશકોર્સમાં આવેલ વિવિધ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં પણ રૂ.11લાખના ખર્ચે લાઈટિંગ કામ કરવામાં આવ્યું છે. આં સિવાય રૈયાધાર ખાતે સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રૂ.106 લાખના ખર્ચે 250 કિલોવોટનો સોલાર પ્લાન્ટ, વિવિધ ફાયર સ્ટેશનો  પર 25.50 કિલોવોટના સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલટેશનનુ કામ પણ કરવામાં આવ્યું છે.  આ સિવાય રાજકોટ મહાનગરપાલિકા હસ્તક સરકારી કચેરીઓ, કોમ્યૂનિટી હોલ, આરોગ્ય કેન્દ્રો, સ્વિમિંગ પુલ, પ્રદ્યુમ્ન પાર્ક, સ્મશાન  તેમજ વોટર વર્ક્સ/ડ્રેનેજ ખાતે સોલાર પ્લાન્ટ ઇન્સટોલશનનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે, આ કામ માટે રૂ.18 કરોડની બજેટ જોગવાઈકરેલ છે.  તેમજ વોર્ડ નં.17મા પારડી રોડ, આનંદનગર ખાતે આવેલ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ કોમ્યુનીટી હોલને સેન્ટ્રલ એ.સી. કરવાની કામગીરી પણ હાથ ધરેલ છે.આ સાથે અંતમાં જયાબેન ડાંગરે કહ્યું હતું કે આગામી વર્ષમાં રોશની સમિતિ દ્વારા પૂરજોશમાં કામગીરી થશે તેમજ રાજકોટ નો વિકાસ એજ અમારો ધ્યેય છે તેવી કટિબદ્ધતા સાથે  માહિતી આપી હતી.