Abtak Media Google News

સૂર્ય શકિત મહિલા ગ્રુપ દ્વારા  કાઠીક્ષત્રિય વિદ્યાર્થી ભવન ખાતે એક દિવસીય રાસ ગરબાનું આયોજન

સૂર્ય શક્તિ મહિલા ગ્રુપ દ્વારા કાઠિ દરબાર મહિલાઓ માટે એક દિવસીય નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન વિષે માહિતી આપી હતી કે તા.27મીએ(બીજું નોરતું) સ્વ.જેતાભાઈ રાણીંગભાઈ વાળા, કાઠિ ક્ષત્રીય વિધાર્થી ભવન, પુષ્કરધામ મેઈન રોડ ખાતે સાંજે 7.30 કલાકથી લઇ ફક્ત કાઠી દરબાર સમાજની મહિલાઓ માટે ગરબાનું આયોજન કરવા આવેલ છે જેમાં સમાજના બધા જ બહેનોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે અને સૂર્ય શક્તિ મહિલા ગ્રુપ રાજકોટ દ્વારા આ સમગ્ર આયોજન ની:શુલ્ક કરવામાં આવેલ છે

Vlcsnap 2022 09 20 11H29M18S336

તેમ ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલ બહેનોએ જણાવ્યું હતુ.આ કાર્યક્રમમાં કાઠી દરબાર સમાજના બધા જ અગ્રણીઓને અને સમગ્ર ગુજરાતના બહેનોને સાથે રાખીને અને સમાજ એક થાય તેમજ કાઠી દરબાર સમાજના બધા લોકોની એક બીજા સાથે ઓળખાળ થાય તે હેતુથી આયોજન કરાયું છે સાથે આ ગરબામાં વિશેષ તલવાર રાસનું પણ આયોજન કરેલ છે

તેમજ કાઠી દરબાર સમાજ માટે વોટસઅપના માધ્યમથી મેરેજ બ્યુરોની જહેમત ગીતાબા ચાવડાએ ઉઠાવી છે અને આ કાર્ય કોઈપણ ચાર્જ લીધા વગર નીશુક્લ્ક કરવામાં આવે છે તો બધા લોકોને મો 9586466124 નંબર પરથી આ ગ્રુપમાં જોડાઈને લાભ લેવા જાણ કરાઈ છે

“અબતક”ની મુલાકાતે આવેલા ગીતાબા ચાવડા, લતાબા ચાવડા, મેઘાબા વાળા,પ્રતિમાબા વાળા,ગિરાબા વાળા, પ્રેરણાબા વાળા, રેખાબા કરપડા, વંદનાબા કરપડાએ આ સમગ્ર આયોજન વિશેષ વિગત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.