Abtak Media Google News

બાળકોના કૌશલ્યને ખિલવતા કિડ્સ ફેસ્ટીવલમાં ફેશન શો, યંગ આર્ટીસ્ટ, ડાન્સ એન્ડ સીગીંગ અને હેલ્થી બેબી કોમ્પિટીશન સહિતના આયોજનો

ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ બાળકો માટે રાજકોટ કીડસ ફેસ્ટીવલ લઇ આવી રહ્યું છે. તા. ર અને ૩ માર્ચના રોજ ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ દ્વારા વિવિધ પ્રકારની કીડસ કોમ્પીટીનનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેમાં ભાગ લેનાર બાળક તથા વિજેતા બાળકને શિલ્ડ-સર્ટીફીકેટ અને ગીફટ આપવામાં આવશે. કાર્યક્રમમાં ૬ માસમાં બાળકથી લઇને ૧૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે તા. ર માર્ચ ૨૦૧૯ ના રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધી હેલ્થી બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બેસ્ટ સ્માઇલ, બેસ્ટ ફીટનેશ, મોસ્ટ ફોટો જેનીક, ફેશન શો (ઇન્ડીયન વેસ્ટન, ઇન્ડો વેસ્ટર્ન) કલરીંગ, ડ્રોઇંગ, ડાન્સ (સોલો-ગ્રુપ) સ્પર્ધાઓ રહેશે.

ગ્રુપ-એમાં ૬ માંથી લઇને ૧.૫ વર્ષના ગ્રુપ-બીમાં ૧.૫ વર્ષથી લઇને ૩ વર્ષ સુધીમાં ગ્રુપ-સી માં ૩ વર્ષને પ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે.

તા. ર માર્ચ ૨૦૧૯ ના રોજ બપોરે ૩ વાગ્યાથી ૬ વાગ્યા સુધી કીડસ ફેશન શો નું આયોજન કરેલ છે. જેમાં ઇન્ડીયન, વેસ્ટર્ન અને ઇન્ડો-વેસ્ટર્ન કોમ્પીટીશન રાખેલ છે. ગ્રુપ-એમાં  ૩વર્ષથી લઇને ૪ વર્ષ સુધીના ગ્રુપ-બી માં પ વર્ષથી લઇને ૬ વર્ષ સુધીના ગ્રુપ-સી, માં ૭ વર્ષ થી લઇને ૮ વર્ષ સુધી, ગ્રુપ-ડી માં ૯ વર્ષ લઇને ૧૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે.

તા. ૩ માર્ચ ૨૦૧૯ ના રોજ સવારે નવ થી ૧ર વાગ્યા સુધી યંગ આર્ટીસ્ટ જેમાં કલરીંગ અને ડ્રાઇગ કોમ્પીટીશન રાખેલ છે. જેમાં ગ્રુપ-એ માં ૩ વર્ષથી લઇને ચાર વર્ષ સુધી, ગ્રુપ-બીમાં પાંચ વર્ષથી લઇને છ વર્ષ સુધી, ગ્રુપ-સીમાં સાત વર્ષથી લઇને આઠ સુધી, ગ્રુપ-ડી માં નવ વર્ષથી લઇને ૧૦ વર્ષ સુધીનાં બાળકો ભાગ લઇ શકશે.

તા. ૩ માર્ચ ૨૦૧૯ ના રોજ બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ડાન્સ અને સીગીંગ કોમ્પીટીશન રાખેલ છે. જેમાં સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ રાખેલ છે. જેમાં ગ્રુપ-એ માં ૩ વર્ષથી લઇને ચાર વર્ષ સુધી, ગ્રુપ-બી માં પ વર્ષથી લઇને છ  વર્ષ સુધી, ગુપ-સી માં સાત વર્ષથી લઇને આઠ વર્ષ સુધી, ગ્રુપ-ડીમાં નવ વર્ષથી લઇને ૧૦ વર્ષ સુધીનાં બાળકો ભાગ લઇ શકશે.આ સિવાય ખાસ બાળકોને મજા પડે એ માટે અલગ અલ એકિટવીટી કરવામાં આવશે જેવી કે આ ઉપરાંત બાળકોને મજા પડે માટે અલુન આર્ટીસ્ટ, કપકેક સેશન, પોપકોર્ન કેન્ડી ટેટુ સ્ટેશન સહીતના આયોજનો કરવામાં આવી રહ્યા છે.

ત્યારબાદ વિવિધ વિભાગના વિજેતાઓને આગામી રવિવારે તા. ૧૦ માર્ચના રોજ ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ શિવધારા રેસીડેન્સ ડી માર્ટ પાછળ કુવાડવા રોડ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન રાજકોટની કોઇપણ સ્કુલ પ્લે હાઉસના બાળકો કરી શકશે.

રજીસ્ટ્રેશન રાજકોટની કોઇપણ સ્કુલ પ્લે હાઉસના બાળકોકરી શકશે. રજીસ્ટ્રેશન  અને કોમ્પીટીશન કોઇ ફી લેવામાં આવશે નહીં.આ આયોજન ને સફળ બનાવવા માટે શ્રી નેહલભાઇ શુકલ, શ્રી મેહુલભાઇ રૂપાણી, સંજયભાઇ વાધર, નિયતભાઇ ભારદ્વાજ, અને રેતુ મેડમ મુન્થા મહેનત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.