Abtak Media Google News

રેલ કર્મીઓ માટે ૧૦,૦૦૦ સેનેટાઈઝરની બોટલ તૈયાર

વૈશ્ર્વિક મહામારી કોરોનાને હરાવવા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર રાજકોટ મંડળનાં ૨૦ નોન એસી કોચને આઈસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરાયા છે. રાજકોટ મંડળનાં મિકેનિકલ એન્જીનીયર એલ.એન.દહમાના માર્ગદર્શનમાં કર્મચારીઓ, સુપર વાઈઝરો અને અધિકારીઓએ લોકડાઉન દરમ્યાન ખુબ મહેનત કરીને રાજકોટ, હાપા અને ઓખાના કોચિંગ ડેપોમાં આ કાર્ય પૂર્ણ કર્યું છે.

2 1

આઈસોલેશન વોર્ડમાં એક કોચમાં નવ કેબિન બનાવાઈ છે. એક કેબિન મેડિકલ સ્ટાફ માટે તથા આઠ કેબીન કવોરોન્ટાઈન સુવિધામાં પરિવર્તિત કરાઈ છે. મેડિકલ સ્ટાફ અને આઈસોલેશન કેબિન વચ્ચે પારદર્શક પડદા લગાવીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાયું છે. આ ડબ્બાઓનો ઉપયોગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સુચિત આવશ્યકતા અનુસાર કરવામાં આવશે. આ ઉપરાંત ૧૦૦૦ લિટર સેનેટાઈઝરનું ઉત્પાદન કરાયું છે. જેમાં ૧૦૦ મીલી લિટરની ૧૦,૦૦૦ બોટલ તૈયાર કરાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.