Abtak Media Google News

લગ્નના પાંચ વર્ષ બાદ સંતાન પ્રાપ્તિ ન થતા પતિએ ઝઘડો કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકતાં પોલીસ ફરિયાદ

રાજકોટમાં પુનીન નગર વિસ્તારમાં પોતાના પિયરમાં રહેતી અને અમદાવાદ પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને તેના પતિ દ્વારા સંતાન પ્રાપ્તિ બાબતે ઝઘડો કરી ભરવાથી કાઢી મૂકી અને નાની નાની બાબતો એ માનસિક ત્રાસ આપતા તેણીએ રાજકોટમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વિગતો મુજબ શહેરમાં પુનિત નગર શેરી નંબર 11 માં રહેતા ખમ્માબેન જીગ્નેશભાઈ પટેલ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપીના પોતાના પતિ જીગ્નેશભાઈ પટેલનું નામ આપ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે આજથી પાંચ વર્ષ પહેલા તેને જીગ્નેશકુમાર પટેલ (રહે. શુભદર્શન એપાર્ટમેન્ટ પ્રેરણા તીર્થ દેરાસર ની બાજુમાં સેટેલાઈટ,અમદાવાદ)સાથે આર્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ તેઓ બરોડા ખાતે રહેવા ગયા હતા. જેમાં ત્યાં તેના પતિને દારૂ પીવાની ટેવ પડી હતી. જેથી તેને નોકરી પણ મૂકી દીધી હતી અને તેની પત્ની સાથે ઝઘડો કરી તેને નોકરી કરવા બાબતે ત્રાસ આપતા હતા. જેથી ઘર ચલાવવા માટે ખમમાબેને નોકરી ચાલુ હતી. બાદ થોડા સમય પછી તેઓ અમદાવાદ રહેવા માટે આવી ગયા હતા જ્યાં ખમ્માબેનના પતિએ તેમના પૈસા પર કેન્ટીન નો ધંધો ચાલુ કર્યો હતો. પરંતુ કોરોના આવતા તે ધંધો બંધ કરી દેવો પડ્યો હતો.

ત્યારબાદ તેના પતિએ પ્રિશા કેટરર્સ નામે કંપની ચાલુ કરી હતી જેમાં જીગ્નેશભાઈ તેમની પત્નીને ડાયરેક્ટર બનાવી હતી. અને અવારનવાર જીગ્નેશભાઈ તેની પત્ની પાસે પૈસા માંગે તેની સાથે ઝઘડો કરતા હતા. ત્યારબાદ જીગ્નેશભાઈ તેમના પત્ની ખમાબેનને લગ્નના પાંચ વર્ષ બાદ પ્રાપ્તિ ન થતા તેમની સાથે ઝઘડો કરી તેઓને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જેથી તેને તેના પતિ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.