Abtak Media Google News

ચીનની ભેદી બીમારી સામે કલેકટર તંત્ર એલર્ટ બન્યું છે. કલેકટર તંત્ર દ્વારા 18 અને 20મીએ જિલ્લાભરની હોસ્પિટલોમા મોકડ્રિલ યોજવામાં આવનાર છે. જેમાં દવાનો પુરતો સ્ટોક, બેડની વ્યવસ્થા, અલગ વોર્ડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ ચકાસવામાં આવશે.

દવાનો પુરતો સ્ટોક, બેડની વ્યવસ્થા, અલગ વોર્ડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ ચકાસવામાં આવશે

તા.18એ રાજકોટ ગ્રામ્ય, સિટી-1, સિટી- 2 તેમજ તા.20 એ ગોંડલ, ધોરાજી, જસદણ પ્રાંત કચેરીના વિસ્તારોમાં આવતી હોસ્પિટલોમાં થશે ચકાસણી

ચીનમાં બાળકો ભેદી વાઇરસની ઝપટે ચડી રહ્યાં છે. ત્યારે ભારતમાં પણ આ ભેદી વાઇરસ પગ પેસારો કરે તેવી દહેશતને પગલે કેન્દ્ર સરકારના આદેશથી તમામ જિલ્લા કલેકટરોને તૈયારીઓ કરી લેવા આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે રાજકોટ કલેકટર દ્વારા જિલ્લાની સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો ઉપર ઓક્સિજન મોકડ્રીલ કરવાં આદેશ આપ્યો છે. આ સાથે જ દવાઓ સહિતનો સ્ટોક રાખવા સૂચનાઓ આપી છે.

ચીનમાં ફરી એક નવા વાઇરસે ચિંતા જગાવી કોરોના મહામારીની ઉત્પતિ ચીનમાં થયા બાદ સમગ્ર વિશ્વને ઝપટમાં લઈ લીધું હતું જેના કારણે અસંખ્ય લોકોએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યા હતાં અને ત્રણ વર્ષ સુધી લોકડાઉન સહિતની કડક અમલવારી કરવામાં આવી હતી. કોરોના વાઇરસ અત્યારે નાબૂદ થઈ ગયો છે ત્યારે ચીનમાં ફરી એક નવા વાઇરસે ચિંતા જગાવી છે. ચીનમાં નાના બાળકોમાં ભેદી તાવના કારણે બાળકો ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. આ ભેદી વાઇરસની સારવાર પણ હજુ કારગત નિવડી નથી. ત્યારે આ વાઇરસ ભારતમાં પણ પગપેસારો કરે તેવી દહેશત હોય કેન્દ્રના આરોગ્ય મંત્રીના આદેશથી તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ આપી ભેદી વાઇરસ આવે તો તમામ રીતે સજ્જ રહેવા સૂચના આપી છે.

જેના પગલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા રાજકોટ શહેર જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય તંત્રમાં ભેદી વાઇરસ સામે લડવાની સંપૂર્ણ તૈયારી છે કે કેમ? તે અંગેનું ચકાસણી કરવા પ્રાંત અધિકારીઓને સુચના આપી છે. બીજી બાજુ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં દવાનો પુરતો સ્ટોક કરી લેવા, બેડની વ્યવસ્થા ઉભી કરવા, અલગ વોર્ડ ઉભો કરવા, ઓક્સિજનના બાટલાની તૈયારી કરી લેવા સહિતની કામગીરીઓ પૂર્ણ કરી લેવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ચીનમાં બાળકોમાં ફાટી નીકળેલા નવા શ્વસન રોગને સંદર્ભે તકેદારીના ભાગ રૂપે કલેકટર તંત્ર એલર્ટ  તમામ પ્રાંતને પોતાના વિસ્તારોની હોસ્પિટલોમા મોકડ્રિલ યોજવા સૂચના તા.18 એ રાજકોટ ગ્રામ્ય, સિટી 1 અને સિટી 2 તેમજ તા.20 એ ગોંડલ, ધોરાજી, જસદણ પ્રાંત કચેરીના વિસ્તારોમાં આવતી તમામ હોસ્પિટલોમા મોકડ્રિલ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.