Abtak Media Google News

કોરોના સીધો જ ફેફસા પર ‘હુમલો’ કરતો હોવાથી દર્દીઓની શ્ર્વાછોશ્ર્વાસની પ્રક્રિયા રૂંધાય રહી છે. ઘાતકી સાબિત થયેલી બીજી લહેરમાં કોરોનાના કે ખતરનાક ગતિએ વધતા રાજયભરમાં આરોગ્ય સેવાની સામે ઘણા પડકારો ઉભા થયા હતા. લોકો કુત્રિમ પ્રાણવાયુ ઇન્જેકશન, બેડ માટે આમ તેમ ભટકી રહ્યા હતા. પરંતુ હવે બીજી લહેર નિયંત્રણમાં આવતા ઓકિસજનના બાટલાની લાઇનો લાગી છે પરંતુ તેને લેનારાઓની લાઇનો ગુમ થઇ ગઇ છે. ઉપરની તસ્વીરમાં ‘પ્રાણવાયુ’ના બાટલાની કતાર નજરે પડી રહી છે. કોરોનાનો ધમાસાણ અટકતા હવે ‘પ્રાણવાયુ’ માટે પડા પડી કરી રહેલા લોકોની કતાર પણ ગાયબ થઇ ગઇ છે જે તંત્ર અને સતત દોડી રહેલા સેવાભાવી લોકો માટે રાહતરૂપ છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની બીજી લહેરએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધમાસાણ મચાવી દીધો છે. કેસ ઝડપભેર વધતા કૃત્રિમ ‘પ્રાણવાયુ’, રેમડેસિવિર ઇન્જેકશન તેમજ બેડ સહીતની સુવિધાઓ માટે લોકો ચોતરફ ભટકી રહ્યા હતા. પરંતુ હવે, વાયરસની બીજી લહેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા બાદ તેનો ગ્રાફ નીચે સરકતા વાયરસનો ધમાસાણ શાંત થયો છે. જેના પગલે રેમડેસિવીરની રામાયણ, કૃત્રિમ પ્રાણવાયુની પડાપડી તેમજ બેડની હાડમારીનો અંત આવ્યો છે. કોરોનો સંક્રમણના ડરના કારણે ગુજરાતની જનતા જાગી જતાં કોરોના ભાગ્યો છે. લોકોએ સંયમ જાળવી સ્વયમ શિસ્તનું પાલન કરતા કોરોનાની ચેઇન તુટવા લાગી છે. એમાં પણ ખાસ કૃત્રિમ ‘પ્રાણવાયુ’ની માંગમાં સતત ઘટાડો થતા સરકાર, સ્થાનિક તંત્ર ઉપરાંત બાટલાની વહેંચણી કરતા સેવાભાવી લોકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.