Abtak Media Google News

પીએમ “મન કી બાત” માં રાજકોટના કલાકારનો ઉલ્લેખ

સ્વ.પ્રભાતસિંહ બારહટે ચિત્ર નું નામ આપ્યું હતું ” શિવાજી ની સવારી” : 888 મીટર લાંબુ ચિત્ર, 100 મીટર સુધી ચિત્ર તૈયાર વધુ 20 મીટર સુધીનું ડ્રોઈંગ તૈયાર

કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સ્વ.પ્રભાતસિંહ દ્વારા તૈયાર કરાયે ચિત્રને રૂબરૂ નિહાળશે  ચિત્રને પૂર્ણ કરી પ્રભાતસિંહનું સ્વપ્ન સાકાર કરવા કેન્દ્ર સરકાર કરશે મદદ

રાજકોટના કલાકાર સ્વ. પ્રભાતસિંહ બારહટનાં ચિત્ર ’શિવાજી મહારાજની સવારી’ વિશે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ વાત કરી હતી. જેમાં પ્રભાતસિંહની કલાને તેઓએ વખાણી હતી અને જણાવ્યું હતું કે, સ્વ. પ્રભાતસિંહ બારહટે આ ચિત્રમાં રાજ્યાભિષેક બાદ શિવાજી મહારાજ કુળદેવીનાં દર્શન કરવા જાય છે ત્યારે કેવો માહોલ હતો? તે દર્શાવ્યો હતો. આવી બાબતોથી નવી પેઢી વાકેફ થાય તે જરૂરી છે.રાજકોટ રંગીલું અને મોજીલું શહેર છે.

Screenshot 2 56

અહીંના કલાકારોની કલા વિશ્વ ફલક પર ચમકી રહી છે ત્યારે વાત કરીએ સુપ્રસિદ્ધ ચિત્રકાર સ્વર્ગીય પ્રભાતસિંહ બારહટની. પ્રભાતસિંહ કાઠિયાવાડી અશ્વો અને ઐતિહાસિક પાત્રોના ચિત્રો સર્જનાર અભ્યાસી ચિત્રકાર હતા.તેમણે પોતાની કલાકારી દ્વારા અનેકવિધ ચિત્રો તૈયાર કર્યા છે

Img 20230731 Wa0009

પરંતુ આપણે વાત કરીશું એક એવા ચિત્રની કે જેના વખાણ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાને રોકી ન શક્યા અને મન કી બાત કાર્યક્રમમાં  પ્રભાતસિંહની કલાને બિરદાવી.બારહટ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે સમગ્ર પરિવારની પ્રબળ ઈચ્છા છે કે કેન્દ્ર સરકાર આ અધૂરું પેઈન્ટિંગ પૂર્ણ કરી સ્વ.પ્રભાતસિંહની ઈચ્છા પૂર્ણ કરે.

Screenshot 3 54 કેન્દ્ર સરકાર મારા ભાઈનું સ્વપ્ન પૂરું કરે તેવી પરિવારની પ્રબળ ઈચ્છા : ભગીરથસિંહ બારહટ

સ્વ.પ્રભાતસિંહના ભાઈ ભગીરથસિંહે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આશરે 15 વર્ષ જેટલો સમય થયો છે પેઇન્ટિંગ બનાવતા.હાલમાં 100 મીટર સુધી પેઈન્ટિંગ તૈયાર થયું છે.પરંતુ ભાઈ નું સ્વપ્ન હતું કે કુલ 888 મીટર પેઈન્ટિંગ પૂર્ણ કરે.હિન્દૂ સામ્રાજ્યની સ્થાપના બાદ શિવાજી મહારાજ કુળદેવી માતાજીના દર્શને જાય છે અને ત્યાંથી માતા જીજા બાઈના ચરણ સ્પર્શ કરવા જાય છે તે પ્રસંગ દર્શાવતું આ પેઈન્ટિંગ છે.

વર્ષ 2018માં પ્રભાતસિંહ બારહટનું દેહાવરસાન થયું અને તેમનું પેઇન્ટિંગ પૂર્ણ કરવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું.પ્રભાતસિંહ ની કલાને જ્યારે પ્રધાનમંત્રીએ વખાણી છે ત્યારે ગર્વ થાય છે કે સમગ્ર દુનિયાનામ જેમના નામનો શંખનાદ ગુંજે છે તેવા ભારતના પ્રધાનમંત્રીએ પ્રભાતસિંહને યાદ કરી તેમની કલાને બિરદાવી .હાલમાં હજુ 20 મીટર સુધી નું ડ્રોઈંગ તૈયાર છે ત્યારે આ પેઇન્ટિંગ ને કેન્દ્ર સરકાર આગળ વધારી સ્વ.પ્રભાતસિંહ ના સ્વપ્ન ને સાકાર કરે તેવી પ્રબળ ઈચ્છા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.