Abtak Media Google News

પરિવારના બંને આધારસ્તંભ ગુમાવતા ભક્તિનગર પોલીસ મથક અને ક્રાઇમબ્રાન્ચે કરી રૂ.૩-૩ લાખની સહાય

કોરોનાની મહામારીમાં વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાનો પણ કામગીરી દરમિયાન ઘણા જવાનો શહિદ પણ થયા છે. ત્યારે મૂળ ચોટીલા રામપરા ગામના વિપુલભાઈ ઘનાભાઈ જાડા જે ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા હતા અને તેમના ભાઈ ભરકતભાઈ ઘનાભાઈ જાડાનું કોરોનાના કારણે અવસાન થતાં રાજકોટ પોલીસ વ્હારે આવી છે. જેથી ભક્તિનગર પોલીસે અને ક્રાઇમબ્રાન્ચના સ્ટાફે આધારસ્તંભ ગુમાવનાર પરિવારને રૂ.૩-૩ લાખની આર્થિક સહાય કરી છે.

કોરોના વાયરસની મહામારી સમયે રાજકોટ શહેર પોલીસ રાત દિવસ લોકોને કોરોના વાયરસની મહામારીથી બચાવવા માટે કાર્યરત રહી હતી. જે દરમ્યાન ઘણા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ કોરોના વાયરસની મહામારીથી સંક્રમીત થયેલ હતા જે સમયે રાજકોટ શહેર ભકિતનગર પો.સ્ટે. માં ફરજ બજાવતા ટીઆર.બી. જવાન વિપુલભાઇ ધનાભાઇ જાડા મુળ ગામ રામપરા (રાજ) પોતાની ફરજ દરમ્યાન કોરોના વાયરસની મહામારીના સંક્રમણમાં આવતા જેઓનુ તા.૨૨/૦૪/૨૦૧ ના રોજ અવસાન થયું હતું.

જેઓ પોતાના માતા પિતા તથા એક ભાઇ ભરતભાઇ સાથે રહેતા જેઓએ ભકિતનગર પો. સ્ટે. માં કોમ્પ્યુટર ઓપરેટર તેમજ અન્ય કામગીરી ખેત પુર્વક બજાવેલી હતી. ત્યાર બાદ તેમના ભાઇ ભરતભાઇ ધનાભાઇ જાડા પણ કોરોના વાયરસના સંક્રમણમાં આવેલા હોય જેઓનુ પણ ટીઆર.બી. જવાન સ્વ. વિપુલભાઇ ના અવશાન ના બે દિવસ અગાઉજ એટલે કે તા.૨૦/૦૪/૨૦૨૧ ના રોજ અવશાન થયું હતું.

આમ ટી.આર.બી, જવાન સ્વ. વિપુલભાઇ ધનજીભાઇ જાડા ના માતા-પિતા જેઓના બે દિકરાઓ ફકત બે દિવસમાં કોરોના વાયરસની મહામારીમાં સંક્રમીત થતા અવસાન પામેલ હોય જેઓ નીરાધાર થતા અગાઉ રાજકોટ શહેર ભકિતનગર પો.સ્ટ, દ્વરા ટી.આર.બી, જવાન સ્વ વિપુલભાઇના માતા-પિતા ને પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ મળી કુલ રૂ. ૩,૦૦,૦૦૦ની સન્માન નીધી એકત્રિત કરી નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા સાહેબ ઝોન-૧ દ્વારા પાઠવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.