Abtak Media Google News

ડીસીસી ઝોન-2 વિસ્તારની હોટલ, લોજ, બોડીંગ અને ધર્મશાળા માટે ટેકનોલોજી બની મુસીબતનું સાધન

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહ અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઝોન-ર વિસ્તારમાં આવેલી હોટલ, લોજ, બોડીંગ, ધર્મશાળા અને મુસાફર ખાનાઓના સંચાલકોને વેબ પોર્ટલ એપ્લીકેશનમાં ઓનલાઇન એન્ટ્રી કરવા અંગેન સમજ આપી જાહેરનામાનો ચુસ્ત પણે પાલન કરવા સુચના આપવામાં આવી છે.

વધુ વિગત મુજબ ડીઝીટલ યુગની સાથે પોલીસ તંત્રને હાઇટેક યુગ સાથ તાલમેલ મેળવી કોઇપણ ગુન્હેગાર પોલીસની નજરમાંથી છટકી ન જાય તે તી રીતે પોલીીસ નવી નવી એપ્લીકેશન વિકસાવી રહી છે.

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ના માર્ગદર્શન હેઠળ શહેરના ડીસીપી ઝોન-ર સુધીરકુમાર દેસાઇ દ્વારા પ્ર.નગર પોલીસ મથકના 17, ગાંધીધામ પોલીસ મથકના ર, યુનિ. પોલીસ મથક ર, માલવીયા નગર પોલીસ મથક 3, તાલુકા પોલીસ મથક 1ર અને એ ડીવીઝન પોલીસ મથક 60 મળી કુલ 96 હોટલ, લોજ, બોડીંગ અને ધર્મશાળાના સંચાલકોને એપ્લીકેશનમાં ઓનલાઇન એન્ટ્રી કરવા અંગે સમજ આપી અને  જાહરનામાનો ચુસ્ત પણે પાલન કરવા તાકીદ કરી છે જો જાહેરનામા નો ઉલ્લબંધ કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.