Abtak Media Google News

80 ફૂટ રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે રાહદારી યુવાનને કાળ ભેટ્યો

શહેરમાં જુદા જુદા બે સ્થળોએ અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે જેમાં એક યુવાનને એક કરોડનું મોત નીપજ્યાન પોલીસ ચોપડે નોંધાયું છે. બેડી ચોકડી પાસે સિગ્નલ નજીક રિક્ષામાં બેઠેલા રોડને રિવર્સ આવી રહેલા ટ્રકે ઠોકરે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે.

જ્યારે એસી ફુટ રોડ પર રાહદારી યુવાને અજાણ્યા વાહને ઠોકર મારતા તેનું મોત થયાનું સામે આવ્યું છે.આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતી ભલામાં રહેતા અને રીક્ષાની ફેરી કરતા મોહમ્મદભાઈ અહમદભાઈ ઠેબેપોત્રા નામના 50 વર્ષીય પ્રૌઢ પોતાની જીજે-03-8129 નંબરની રીક્ષા લઈને ઊભા હતા.

તે દરમિયાન નંબર પ્લેટ વગરના ટ્રક ચાલકે બેફામ સ્પીડમાં ટ્રકને રિવર્સ લેતા રીક્ષાની માથે ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં રિક્ષામાં બેઠેલા પ્રૌઢ મહમદભાઈ ઠેબેપૌત્રા નામના પ્રૌઢને કચડી નાખતા પ્રૌઢના શરીરના બે કટકા થઈ ગયા હતા. મહમદભાઈના કરુણ મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

તો અન્ય બનાવમાં પાછળ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકમાં રહેતા પિયુષ નાનકભાઈ પરમાર નામના 40 વર્ષીય યુવાન પગપાળા જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને ઠોકરે લેતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે બંને ઘટનનીનો ધ કરી આગળ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.